Connect with us

Bhavnagar

ભાવનગરમાં નવા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બિલ્ડીંગનું કિરેન રિજીજુ ના હસ્તે આજે ભૂમિપૂજન

Published

on

Bhoomipujan of new district and session court building in Bhavnagar by Kiren Rijiju today

ભાવનગરમાં નવા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બિલ્ડીંગનું આજરોજ તા. ૭ ઓક્ટોબરના રોજ ભારત સરકારના લો એન્ડ જસ્ટીસ મંત્રીશ્રી કીરેન રિજીજુ ના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ વાગ્યે યોજાશે.

કોર્ટના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન ન્યુ ડીસ્ટ્રીક એન્ડ સેશન કોર્ટ, જ્ઞાનમંજરી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં, સીદસર રોડ ખાતે કરવામાં આવશે

આ કાર્યક્રમ માં કાયદો અને ન્યાયતંત્ર મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી આ અવસરે ઉપસ્થિત રહેશે

આ ઉપરાંત ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન જજ શ્રી એલ. એસ. પીરઝાદા, ક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગરના પ્રેસિડેન્ટ શ્રી ડી.એમ. ડાભી, ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડન્ટ શ્રી એસ. એચ. ત્રિવેદી, ભાવનગર એમ. એ. સી. ટી. બાર એસોસિએશન પ્રેસિડેન્ટ શ્રી એમ. ડી. ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

-કૌશિક શીશાંગીયા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!