Connect with us

Bhavnagar

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈને વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કર્યા

Published

on

education-minister-jitubhai-vaghni-visited-the-sidsar-sports-complex-and-honored-the-winning-team-with-trophies

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘણીએ આજે બાસ્કેટબોલની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી.

education-minister-jitubhai-vaghni-visited-the-sidsar-sports-complex-and-honored-the-winning-team-with-trophies

મંત્રીશ્રી આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની બાસ્કેટબોલ 5×5 ની ફાઇનલ મેચ નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

education-minister-jitubhai-vaghni-visited-the-sidsar-sports-complex-and-honored-the-winning-team-with-trophies

મંત્રીશ્રી એ મેન્સ તથા વિમેન્સ ટીમમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રી જીતુભાઈ એ વિજેતા ટીમ સાથે સંવાદ કરીને તેમણે બિરદાવ્યા પણ હતા.

education-minister-jitubhai-vaghni-visited-the-sidsar-sports-complex-and-honored-the-winning-team-with-trophies

તેમની આ મુલાકાતમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર શ્રી કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, બાસ્કેટબોલ એસોસિએશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-કૌશિક શીશાંગીયા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!