Connect with us

Gujarat

તમારા ગુંડાઓને ખુલ્લા મુકી દો,પરિવારના નામે હેરાન કરશો તો ચુપ નહીં રહું : યુવરાજસિંહ જાડેજા

Published

on

Expose your goons, will not remain silent if harassed in the name of family: Yuvraj Singh Jadeja

બરફવાળા

જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ : યુવરાજસિંહ

ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષામાં થયેલા કૌભાંડો સામે લાવનાર આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બળાપો ઠાલવ્યો છે. તેમણે વીડિયો દ્વારા કહ્યું છે કે કાવતરા કરીને મને ફસાવવામાં આવી રહ્યો છે.મારા સુધી રહો તો સારૂ છે પણ મારા પરિવાર સુધી જો પહોંચશો તો હું કોઈને છોડીશ નહીં. મેં ત્રણ વખત પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે પણ હજી સુધી મળ્યું નથી. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, સરકારનું મેં શું બગાડ્યું છે. સિસ્ટમમાં સડો હતો તે મેં દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે મને કાવતરા રચીને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, મારા વિરુદ્ધ જે કાવતરા કરવા હોય તે કરી લો, પરંતુ આ સિસ્ટમની સામે લડીશ. યુવરાજસિંહ જાડેજા એ પોતાના વીડિયોમાં પૂર્વ મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ પણ આક્ષેપ કરતા કહ્યું છે કે મારા કારણે તમારા પદ ગયા છે એ મને ખબર છે. તમે મંત્રી હતા, તમારું મંત્રી પદ મારા કારણે જતું રહ્યું છે પરંતુ એ તમારા કર્મને કારણે ગયું છે. મારા વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી ફસાવવો આ જ કાવાદાવા થઈ રહ્યા છે.

Expose your goons, will not remain silent if harassed in the name of family: Yuvraj Singh Jadeja

હું કોઈના કહ્યેથી રોકાવાનો નથી, લોભ લાલચ, પ્રલોભનો આવ્યા છે. 2 કરોડ સુધીના પ્રલોભનો આવ્યા છે પણ મેં સ્વિકાર્યા નથી. ખરીદાય નહીં એટલે યુવરાજસિંહને પાડી દો, આપણા સમાજને, આપણા વિસ્તારોને બદનામ કરે છે, એટલે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાઈ રહી છે. તંત્રને ખુંચે છે કે ગમે ત્યારે માહિતી આપે છે એ સચોટ જ હોય છે. આવનારા દિવસોમાં નામ જોગ એક એકને ખુલ્લા પાડીશ. જે મને મળવા આવ્યા તેમને ખુલ્લા પાડીશ. જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવાના પ્રયાસ કર્યા છે તેમને હું નહીં છોડું. જે રીતે પરિવારને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. તમારી સિસ્ટમમાં સડો હતો તે સડો મેં દૂર કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કર્યા, આ બધું ઉજાગર કરીને મારે મોટું નથી થાવું. રાજનીતિ મારો વિષય નથી. આગામી દિવસોમાં હું પ્રેસ કરીશ અને મને જે ધમકાવે છે તેમને હું જાહેરમાં ખુલ્લા પાડીશ. જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ. હું અધિકારીઓ કે જે પાછલા બારણે લાભ લઈ રહ્યા છે હું કોઈને નહીં છોડીશ. હું એ નેતાઓને પણ ખુલ્લા પાડીશ. હું કોઈને નડીશ નહીં પણ હું લડીશ. પાછલા બારણે થતા કાવાદાવા હું ખુલ્લા પાડીશ તાકાત હોય તો રોકી લેજો. તમે મને પોલીસ પ્રોટેક્શન ભલે ના આપો, છૂટા મુકી દેજો તમારા ગુંડાઓને, આજે એક યુવરાજ છે કાલે બે થશે. પરિવારના નામે જો હેરાન કર્યો છે તો હું ચુપ નહીં રહું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!