Sihor
શ્રી ઝુલેલાલ જયંતી મહોત્સવની ઉજવણીમાં સમસ્ત સિહોર સિંધી સમાજ ઓતપ્રોત : ભવ્ય શોભાયાત્રા

પવાર
ભગવાન ઝુલેલાલની જન્મ જયંતીની ઉજવણી : પ્રભાત ફેરી, શોભાયાત્રા, પૂજન-અર્ચન, બ્લડ કેમ્પ જેવા કાર્યક્રમોમાં સિંધી સમાજના આગેવાનો, યુવાનો, ભાઈ-બહેનો જોડાયા
આયોલાલ ઝુલેલાલ’ના ગગનભેદી નારા સાથે સિહોર સિંધી સમાજ દ્વારા ચેટીચંડ ભગવાન ઝુલેલાલની જયંતીની આસ્થા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા સવારે પ્રભાતફેરી, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજી ભગવાન ઝુલેલાલની આરાધના કરી હતી. ભગવાન ઝુલેલાલનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
તેમજ શોભાયાત્રામાં સિંધી સમાજના આગેવાનો, વિવિધ ગ્રુપના મંડળોના પ્રમુખો સિંધી સમાજ યુવા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોલાલ ઝૂલેલાલના ગગનભેદી નાદથી માહોલ ગુંજી ઉઠયો હતો. દર વર્ષની જેમ શોભાયાત્રા સાથે મહાપ્રસાદ અને આતશબાજી સાથે ભગવાન ઝૂલેલાલની 1073મી જન્મજયંતીની ભાવ વંદના સભર ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની જન્મજયંતી દિને પ્રભાતફેરી, શોભાયાત્રા, આરતી-પૂજન, ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રા દરમ્યાન ઠેર ઠેર સ્થળોએ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજના અનેક સભ્યોએ સેવા પુરી પાડી હતી. સમાજના આગેવાનો યુવાનો સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી કરી હતી.