Bhavnagar
જિલ્લા પ્રમુખ મુકેશભાઈનું રાજીનામું આવ્યું છે પણ મેં સ્વીકાર્યું નથી : પાટીલ
જિલ્લા પ્રમુખ મુકેશભાઈનું રાજીનામું આવ્યું છે પણ મેં સ્વીકાર્યું નથી : પાટીલ
જિલ્લા ભાજપ પ્રમુખને બદનામ કરવાનું કાવતરું – પાટીલ : જીલ્લા પ્રમુખના વિવાદ અંગે પાટીલે કહ્યું કે હું એવું નથી કહેતો કે તેઓ ચુંટણી સુધી પદ પર યથાવત રહેશે પણ હાલ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી : આજે બીજા દિવસે પાટીલના વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ હેઠળ અનેક કાર્યક્રમો યોજાયા : લાભાર્થીઓ અને મહિલા મોરચા સાથે સીધો સંવાદ કહ્યું : બહેનોને તેની કથા-વ્યથા અને સૂચનો બંધ કવરમાં તેની સુધી પહોચાડવા કર્યો અનુરોધ : દીકરીઓના જન્મ મામલે બહેનોને ગર્ભપાત નહિ કરાવવા સંકલ્પનો અનુરોધ કર્યો : સંત સંમલેનમાં સંતો ની સાથે સાહિત્યકારો અને ધાર્મિક સંસ્થાઓના લોકો પણ રહ્યા ઉપસ્થિત : લોકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને તે ખૂબ જરૂરી
વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ભાવનગરમાં છે ત્યારે ભાવનગરમાં એક પછી એક ત્રણ કાર્યક્રમઓને સંબોધિત કર્યા હતા તદ ઉપરાંત ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાનું રાજીનામું મેં મંજુર કર્યું નથી હોવાનું જણાવ્યું હતું તેમજ ગીતાબેન કોતરે ભાવનગર કે ગાંધીનગર માં ઉપવાસ આંદોલન કેમ ન શરૂ કર્યા તેમ કહી આકરા પ્રહારો કર્યા હતા ભાવનગર જિલ્લાના સાધુ સંત અને મહાત્માઓના આશીર્વાદ મેળવ્યા હતા વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ બે દિવસ સુધી ભાવનગર ની મુલાકાતે છે ત્યારે ગઈકાલે પેજ કમિટી અને બાઈક રેલી માં ભાગ લીધો હતો.
ઉપરાંત આજે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે ભાવનગર જિલ્લાના સાધુ સંતો ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાહિત્યકારો અને કલાકારો સાથે ખાસ બેઠક યોજાઈ હતી તેમજ સાધુ સંતો દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ સહકારની ખાત્રી પણ આ બેઠકમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ભાવનગર ખાતે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર ની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તદ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો સામાજિક આગેવાનો અને સરપંચો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે વિવિધ આગેવાનો સાથે સંવાદો કર્યા હતા.
ત્યારબાદ બપોરના ત્રણ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે શિક્ષકો નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ વકીલો ડોક્ટર ઉદ્યોગપતિઓ સીએ એન્જીનીયરો અને બિલ્ડરો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ છે ચર્ચાઓ કરી હતી સી આર પાટીલએ જિલ્લા પ્રમુખ મુકેશભાઈના વિરોધ મામલે કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માત્ર મુકેશભાઈને બદનામ કરવાસનું કાવતરું છે કે હકકિત છે તે અંગે તપાસ કરીશું ગીતાબેન કોતર એ દ્વારકામા શા માટે અનશન શરૂ કર્યા તેની પણ તપાસ કરાશે સી.આર એ કહ્યું માત્ર મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકકિત છે તે અંગે તપાસ કરીશું ગીતાબેન એ ભાવનગર કે ગાંધીનગરમાં કેમ ઉપવાસ ના કર્યા મેં મુકેશભાઈ નું રાજીનામુ મેં મજુર કર્યું નથી તે સ્પષ્ટતા પાટીલે કરી હતી