Connect with us

Bhavnagar

ભાવનગરની SBI પાસે ધરણા યોજી ,અદાણી મામલે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Published

on

Dharna held near SBI in Bhavnagar, Congress protest on Adani issue

દેવરાજ

ભાવનગરની SBI પાસે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા, કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ સોમવારના રોજ શહેરના નિલમબાગ એસબીઆઇ બેન્ક સામે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કૉંગ્રેસ દ્વારા અદાણીને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર ક્રોની કેપિટલિઝમની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કૉંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ઉમેર્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે

Dharna held near SBI in Bhavnagar, Congress protest on Adani issue

. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ – મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે.

Dharna held near SBI in Bhavnagar, Congress protest on Adani issue

શહેર કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહી છે.

Advertisement
error: Content is protected !!