Bhavnagar
સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની

- નિરમા કંપની દ્વારા ૧૧ મેટ્રિક ટન ૧૦ % સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ આપી સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત ઉમદા સેવા કરવામાં આવી – ડૉ ચંદ્રમણીકુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
- કોવિડ- ૧૯ ના વ્યાપક રોગચાળા દરમિયાન પણ નિરમા કંપની ખૂબ મદદરૂપ થઇ હતી
માનવ સેવા માટે ભાવનગર જિલ્લામાં કાર્યરત કંપનીઓ કોઇને કોઇ રીતે મદદરૂપ બનીને ઉપયોગી બનતી હોય છે. આજ કડીમાં તાજેતરમાં નિરમા કંપની દ્વારા જિલ્લાના આરોગ્યકેન્દ્રમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન, પાણીના ક્લોરીનેશન માટે, તેમજ વોટર સેનીટેશન એન્ડ હાઈજીન જાળવવાના ઉમદા હેતુથી ૧૧ મેટ્રિક ટન ૧૦ % સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ સોલ્યુશન આપવામાં આવ્યું છે.
આ તબક્કે જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વતી જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ મનસ્વિની માલવિયા, જિલ્લા એકેડેમિક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલ, ડૉ. ધવલ દવે અને DIECO શ્રી અમિત રાજ્યગુરુ દ્વારા નિરમા કંપનીને મોમેન્ટો અને આભાર પત્ર આપવામાં આવ્યો હતો. આ તબક્કે નિરમા કંપની વતી ડૉ. પરાગ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ નિરમા કંપની અનેક રીતે ઉપયોગી બની હતી. નિરમા કંપની તેની વિવિધ સી.એસ.આર. એક્ટિવીટી હેઠળ અનેક સમાજ સેવાના કાર્યો કરી મદદરૂપ બનતી રહી છે.
-સુનિલ પટેલ