Politics
દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન!
કોંગ્રેસ પાર્ટી રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોંઘવારી પર હલ્લાબોલ રેલીનું આયોજન કરવા જઈ રહી છે. તેમાં બેરોજગારી અને જરુરી વસ્તુના ભાવ પર જીએસટીમાં વધારો કરવા પર સરકારનો ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. ઓલ ઈંડિયા કોંગ્રેસ કમિટિએ જણાવ્યું છે કે, હેડક્વાર્ટરથી બસ જશે. કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓ સવારે લગભગ 10 કલાકે પાર્ટી હેડક્વાર્ટરથી બસમાં બેસીને રામલીલા મેદાન માટે રવાના થશે. રાહુલ ગાંધી પણ આ બસમાં બેસીને રેલીમાં જશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના કેટલાય અન્ય નેતા રેલીને સંબોધન કરશે.તેમાં દેશના અલગ અલગ ભાગમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓ પણ જોડાશે. આ રેલી સાત સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિપક્ષી પાર્ટીના 3500 કિમીની ભારત જોડો યાત્રા પહેલા થઈ રહી છે. જ્યાં રાહુલ ગાંધી દેશભરમાં યાત્રા કરીને મોંઘાવારી અને બેરોજગારીના મુદ્દા પર ભાર આપશે અને સાંપ્રદાયિક સદ્ભાવ વધારવા માટે વાત કરશે.