Politics
અરવિંદ કેજરીવાલે રાજ્યના સરપંચો માટે કરી જાહેરાત! જાણો શું કહ્યું

વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ બાદ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. કેજરીવાલે અહીં ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યાં. કેજરીવાલે અહીં સરપંચો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે.
સુરેન્દ્રનગરમાં સરપંચ અને VCE સંમેલનમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે. VCને 20 હજારનું માનદ વેતન આપીશું, ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. પંચાયતના વિકાસ કામ માટે 10 લાખનું ફંડ અપાશે.
અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રમાં જણાવ્યું હતું કે, આ વખતે તમારી તાકાત બતાવો. હું મુખ્યમંત્રી છું પણ BJP એ કયારેય સરપંચની મીટીંગ બોલાવી? મને તમારો સાથ, વોટ બન્ને જોઈએ છે. તમારી સમસ્યાઓ મારી સમસ્યા છે. 15 ડિસેમ્બરે ઈલેક્શન થઈ જશે, 28 ફેબ્રુઆરી સુધી તમારું કામ થઈ જશે. ગુજરાતની ચાવી સરપંચ અને VCના હાથમાં છે. આપ ક્રાંતિ લાવી શકે તેમ છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, ત્રણ વખત લડ્યા ત્યારે જીત્યા છીએ. આજે ફરી ઈલેક્શન થાય તો 65 સીટથી વધારે આવશે. BJPથી હવે જનતા પરેશાન છે એટલે મને સાંભળવા આવ્યા છે નહીં તો મને તમે લોકો ઘાસ નાખવા નહિ આવતા. કેજરીવાલે જનતાને ભારપૂર્વક જણાવ્યું કે 15 ડિસેમ્બરે ઈલેક્શન થઈ જશે, અને 28 ફેબ્રુઆરી સુધી તમારું કામ પણ થઈ જશે. સરપંચ બન્યા પછી કોઈ ફંડ નથી પોતાના પૈસાથી કામ કરાવવું પડે છે. પરંતુ અમારી સરકાર બનશે તો સરપંચને દર મહિને 10 હજાર માનદ વેતન મળશે. પંચાયતને સીધું 10 લાખનું ફંડ જનતાના કામ માટે વાપરવા મળશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, ત્રણ રૂમ વાળું મહોલ્લા ક્લિનિક હશે, ત્યાં ACવાળા ક્લિનિકમાં મફત ટેસ્ટ અને દવાઓની સુવિધા વાળું હશે. 10 લાખ સરકારી નોકરીનું પ્લાનિંગ અમે કર્યું છે. પેપર ફૂટ્યું પણ સરકારના કોઈ માણસોને સજા નથી થઈ. એના માટે કાયદો બનશે. મહિલાઓને દર મહીને 1 હજાર તેમના ખાતામાં આપીશું, જો ત્રણ મહિલા હશે તો દરેકને મળશે. ગામમાં BJPના કાર્યકર્તા છે, એમને પણ સમજાવવા પડશે. અમારે એમના નેતાઓ નથી જોઈતા એમના કાર્યકર્તાઓ AAP પાર્ટીમાં જોડાઈ જાવ.