Sihor
કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રા અંર નગરપાલિકા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી ; સિહોર કોંગ્રેસની અગત્યની બેઠક મળી
દેવરાજ
આગામી ફેબ્રુઆરીમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા કાઢી રહી છે, રાજ્યભરની દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લેતી આ પદયાત્રાને લઈ કોંગ્રેસની તૈયારીઓ શરૂ, નગરપાલિકા ચૂંટણીને લઈ વિશેષ ચર્ચા કરવાના આવી
રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩થી રાજ્યભરની દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લેતી પદયાત્રા સાથે ‘હાથ સે હાથ જોડો’ અભિયાન હાથ ધરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે ત્યારે જેની તૈયારીના ભાગરૂપે સિહોર ખાતે આયોજિત બેઠકમાં કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને હાથસે હાથ જોડો યાત્રાની આગમનને લઈને યોજનાઓ બનાવી હતી.
આ બેઠકમાં હાથ સે હાથ જોડો યાત્રાના આગમનને લઈને ચર્ચા વિચારણા કરાઈ હોવાની માહિતી સામે આવી છે જયદીપસિંહે અહીં જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ અનેક ચડાવ-ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિદ્ધાતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ કરી નથી. આ કોંગ્રેસની વિચારધારા છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો તક સાધી રહ્યાં છે
ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો, મહિલાઓ, યુવાનો, દલિત, આદિવાસી, ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ માટેના હક અને અધિકારોની રક્ષા કાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબદ્ધ છે.ત્યારે કોંગ્રેસને ફરી એકવાર એક્ટિવ કરવા માટે પાર્ટી હાથ સે હાથ જોડો યાત્રા કાઢી રહી છે. આનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ફરીથી નવચેતના આપવાનો છે. બેઠકમાં ખાસ નગરપાલિકા ચૂંટણીને લઇ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી