Connect with us

Bhavnagar

બુમરાહ-ડોરેમોનના ફોટાવાળી પિચકારી લોકોની હોટ ફેવરીટ : ધુમ માંગ

Published

on

Bumrah-Doraemon Pics Hot Favorites : Dhoom Maang

દેવરાજ
આજે હોળીનો પવિત્ર તહેવારની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. રાત્રે લોકો હોળીનું દહન કરી હોલીકાના દર્શન કરશે. આ વર્ષે હોળી બાદ ધુળેટી કયારે ઉજવવી તેની મુંઝવણ છે. આવતીકાલે કેટલીક જગ્યાએ ધુળેટી ઉજવાશે તો કેટલાક બુધવારે ધુળેટી ઉજવશે ત્યારે નાનાથી લઈ મોટેરાઓ એકબીજાને રંગ લગાવી ધુળેટીના પર્વને માણશે. આ વર્ષે બજારમાં બુમરાહ અને ડોરેમોનની પીચકારીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખુબ ઓછી પીચકારીનો વેરાયટી આવી છે. પરંતુ બુમરાહ અને બાળકોના મનપસંદ ડોરેમોનની પીચકારી ખૂબ પસંદ આવી રહી છે. તેની માંગ પણ ખૂબ છે.

Bumrah-Doraemon Pics Hot Favorites : Dhoom Maang

દર વર્ષે બાળકોને આકર્ષતી અવનવી પીચકારી બજારમાં આવે છે. બુમરાહ ઈન્જર્ડ હોવાથી છેલ્લા છ મહિનાથી ટીમમાં નથી છતાં તેના ફોટાવાળી પિચકારીની ભારે માંગ ઉભી થઈ છે તેની સાથે બેકગ્રાઉન્ડમાં લાઈટ થતી ડોરેમોનની પીચકારીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. બુમરાહ સાથે વિરાટ કોહલીની પણ બોલબાલા છે. બુમરાહ અને ડોરેમોનના ફોટાવાળી 400 પિચકારી આવી હતી જેની કિંમત રૂા.400 થી 500 બજારમાં આવેલી આ પીચકારીનું વહેચાણ થઈ ગયું છે. આ વખતે 50 ટકા જ પ્રોડકશન થયું છે. આથી માલની અછત જોવા મળી રહી છે. આ ઉપરાંત 10થી15 ટકા ભાવવધારો છે. રૂા.5થી લઈ રૂા.800 સુધીની પીચકારી બજારમાં ઉપલબ્ધ છે.

error: Content is protected !!