Business
Sensex Opening Bell: ત્રણ દિવસથી બજારના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સે 100 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 17000ને પાર

સ્થાનિક બજારમાં સતત ત્રણ દિવસનો ઘટાડો બુધવારે સમાપ્ત થયો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 100 પોઈન્ટની મજબૂતાઈ સાથે ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 17000ની ઉપર પહોંચી ગયો હતો.હાલમાં સેન્સેક્સ 204.42 પોઈન્ટ વધીને 57,351.74 પોઈન્ટ પર છે, જ્યારે નિફ્ટી 67.75 પોઈન્ટના વધારા સાથે 17,051.30 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. પરિણામો પહેલા HCL ટેકના શેરમાં બે ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
મંગળવારે યુએસ માર્કેટમાં પણ સુસ્તી જોવા મળી હતી. ભારે અસ્થિરતા વચ્ચે ડાઉ જોન્સ 36 પોઈન્ટ વધીને 29239 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નાસ્ડેક સતત પાંચમા દિવસે 115 પોઈન્ટ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. S&P 500 0.65 પોઈન્ટ તૂટ્યો. જ્યારે SGX નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે 17000 ના સ્તર પર બંધ થયો હતો. આ દરમિયાન ડાઉ ફ્યુચરમાં લગભગ 80 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.