Connect with us

Sihor

સોમનાથથી દ્વારિકા ભાજપ યોજશે ‘ગુજરાત ગૌરવ યાત્રા’

Published

on

bjp-to-organize-gujarat-gaurav-yatra-from-somnath-to-dwarika

પ્રતિનિધિ બરફવાળા

સિહોર સહિત સૌરાષ્ટ્રભરના પક્ષના એકમોના પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્યો, સાંસદોની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી, ધવલ દવે, વિક્રમભાઈ નકુમની ઉપસ્થિતિ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, મહામંત્રી વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન :

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે બેઠકોનો દોર આગળ વધાર્યો છે જેમાં આજે રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહાનગર તથા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો તેમજ વિધાનસભામાં નિયુક્ત થયેલા પ્રભારીઓની બેઠકમાં આગામી સમયમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્રના પ્રવાસ અંગે તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી જેમાં સિહોરના ધવલ દવે, વિક્રમભાઈ નકુમ પણ ઉપસ્થિત રહ્યા હતા

bjp-to-organize-gujarat-gaurav-yatra-from-somnath-to-dwarika

આ ઉપરાંત ભાજપ આગામી સમયમાં રાજ્યના ચાર ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરનાર છે જેમાં સોમનાથથી દ્વારિકા સુધીની યાત્રાનો કાર્યક્રમ પણ નિશ્ચિત કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી આ બેઠકમાં મહામંત્રી શ્રી વિનોદ ચાવડા ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા તથા અન્ય અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. સિહોરના યુવા નેતા ધવલ દવે, વિક્રમભાઈ નકુમ કમલેશ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, વગેરે પણ બેઠકમાં હાજર છે. ભાજપ દ્વારા રાજ્યના ચારેય ઝોનમાં આ પ્રકારની બેઠક યોજવામાં આવી રહી છે અને રાજ્યના યાત્રાધામોને સાંકળી લેતી ભાજપની આ યાત્રાનું નેતૃત્વ પણ પક્ષના ટોચના નેતાઓ કરશે.

Advertisement
error: Content is protected !!