National
ભ્રષ્ટાચાર, પરિવારવાદ કે કાનૂન વ્યવસ્થામાં ભાજપ હનુમાનજી જેવો જ કઠોર: મોદી

કુવાડિયા
ભાજપના 44માં સ્થાપ્ના દિવસે દેશભરમાં લાખો કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન ; વડાપ્રધાન દ્વારા 40 મીનીટનું સંબોધન: હનુમાનજી-લક્ષ્મણને યાદ કર્યા : દેશભરમાં હજારો સ્થળોએ ભાજપ્ના કાર્યકર્તાઓએ જીવંત સંબોધન સાંભળ્યું
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે સ્થપાયેલા ભારતીય જનતા પક્ષના આજે 44મો સ્થાપ્ના દિન એ સૌથી મોટો આનંદ એ છે કે આજે ભારત પોતાની શક્તિઓને ઓળખી ગયુ છે અને હવે દેશની પ્રગતિને કોઈ રોકી શકશે નહી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાં ભાજપ્ના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ સંબોધનમાં બજરંગબલી ઉપરાંત લક્ષ્મણ ને યાદ કરતા જણાવ્યું કે જયારે લક્ષ્મણ પર સંકટ આવ્યુ ત્યારે હનુમાનજી પર્વત લઈને આવ્યા હતા અને ભાજપ આ જ પ્રેરણાથી કામ કરી રહ્યું છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યું છે. વડાપ્રધાનએ તેમના વકતવ્યમાં આજે હનુમાન જયંતિના દિને ભગવાન હનુમાનની યાદ કરતા કહ્યું કે, હનુમાનજીનું જીવન આજે પણ આપણી ભારત વિકાસ યાત્રામાં પ્રેરણા આપે છે.
શ્રી મોદીએ કહ્યું હનુમાનજી સર્વશક્તિમાન હતા અને તેઓ સૌના માટે કરતા હતા પરંતુ પોતાના માટે કશું કર્યુ નહી આ જ ભાજપ માટે પ્રેરણા છે જયારે રાક્ષસોનો સામનો કરવો પડતો હતો ત્યારે કઠોર થઈ જતા હતા ત્યારે આ જ પ્રકારે જયારે ભ્રષ્ટાચારની વાત આવે છે પરિવારવાદની વાદ આવે છે અને કાનુન વ્યવસ્થાની વાત આવે તો ભાજપ હનુમાનજી જેવો જ કઠોર થઈ શકે છે અને થશે. શ્રી મોદીએ કહ્યું કે, હનુમાનજીના પુરા જીવનમાં તેઓએ કશું અશકય છે તેવું જણાવ્યું ન હતું. આ તકે તેઓએ હનુમાનચાલીસાની પંક્તિઓ પણ ટાંકી હતી. શ્રી મોદીએ તેમના સંબોધનમાં વિપક્ષો પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું કે જયારે આપણી મજાક ઉડાડવામાં તેઓ સફળ રહેતા નથી તો તેઓ નફરત ફેલાવે છે. કોઈએ કલ્પ્ના નહી કરી હોય કે કલમ 370 નાબુદ થશે પરંતુ આજે તે વાસ્તવિકતા છે. શ્રી મોદીએ કહ્યું કે, નફરતથી ભરેલા લોકો જૂઠ પર જૂઠ બોલી રહ્યા છે અને પોતાના કર્મોનો ખુલાસો થતો હોય ત્યારે હતાશામાં મોદીની ખબર ખોદવાની ધમકી આપે છે. શ્રી મોદીએ લોકતંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપે લોકતંત્રની કોખમાંથી જન્મ લીધો છે અને આપણું સમર્પણ દેશના સંવિધાન પ્રત્યે છે.