Connect with us

Bhavnagar

‘ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ થાય છે રસ્તાનું સમારકામ’ ભાવનગરના યુવરાજના ટ્વીટથી મચ્યો ખળભળાટ

Published

on

bhavnagars-yuvrajs-tweet-created-a-commotion

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ એક ટ્વીટ કરીને અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે તેમના આ ટ્વીટ પર ભાવનગરના યુવરાજે પ્રતિક્રિયા આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાંફેરા પણ વધી ગયા છે. બે દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે.

bhavnagars-yuvrajs-tweet-created-a-commotion

બે દિવસ અગાઉ ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત દેશના કાયદા મંત્રી કિરણ રિજ્જુએ કર્યું હતું. તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્વીટ કરીને ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમના ટ્વીટ પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે.

bhavnagars-yuvrajs-tweet-created-a-commotion

ભાવનગર યુવરાજના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. આપને જણાવી દઈએ કે , કોરોના કાળ દરમિયાન પણ યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ મેદાનમાં આવ્યા હતા. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને લઇ યુવરાજે રાજકીય પક્ષો ઉધોગપતિઓ અને અધિકારીઓને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું હતું કે અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકે તો રાજીનામું આપી દે સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવું જોઇએ . તેઓએ જણાવ્યું હતું કે ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ અને જો કોઈ અધિકારી કે નેતા કામ કરી શકતા નથી તો જનતાની માફી માગી રાજીનામું આપે અને બીજાને જવાબદારી સોંપી દેવી જોઈએ

error: Content is protected !!