Connect with us

Bhavnagar

ભાજપ દ્વારા ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર શનિવાર દરમિયાન ગુજરાત ગૌરવ યાત્રા યોજાશે

Published

on

gujarat-gaurav-yatra-will-be-organized-by-bjp-in-bhavnagar-district-during-next-friday-saturday
  • ગૌરવ યાત્રા શનિવારે સિહોર ખાતે પધારશે, યાત્રા હેઠળના વિવિધ કાર્યક્રમો અને આયોજનો અંગે ભાજપ સંગઠનની મળી બેઠક

ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશના આયોજન સાથે યોજાનાર ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આગામી શનિવાર તથા રવિવારે પસાર થશે, જેમાં વિવિધ કાર્યક્રમો આયોજનો થયા છે. આ અંગે ભાજપ કાર્યકર્તાઓની બેઠકમાં આયોજન ચર્ચા કરવામાં આવી. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાત ગૌરવ યાત્રા આયોજન સંદર્ભે અપાયેલી વિગતો મુજબ આગામી શુક્રવાર તથા શનિવારે જિલ્લામાં પસાર થશે.

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટિલના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના સંકલન માર્ગદર્શન સાથેની આ યાત્રા રાજ્યના વિવિધ ભાગો માર્ગો પૈકી ઝાંઝરકા તીર્થ ખાતેથી સોમનાથ ધામ સુધીની યાત્રાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ કરાવનાર છે, આ યાત્રા શુક્રવાર તથા શનીવારે ભાવનગર જિલ્લામાં યોજાશે.

gujarat-gaurav-yatra-will-be-organized-by-bjp-in-bhavnagar-district-during-next-friday-saturday

યાત્રામાં વિવિધ સંસ્થા સંગઠન તેમજ મંડળો દ્વારા સ્વાગત થનાર છે.યાત્રાના કાર્યકમ મુજબ શુક્રવાર તા.૧૪ સવારે વલભીપુરના રોહિશાળાથી પ્રારંભ થશે. યાત્રા મૂળધરાઈ, કાનપર, વલભીપુર, રામપર, બપોરે ઉમરાળા, ટીંબી, ધોળા, પરવાળા, રંઘોળા, ગઢુલા, સણોસરા, નોંઘણવદર, પરવડી, ગારિયાધાર, સાંજે માનગઢ, ચોંડા, હડમતિયા થઈ રાત્રે પાલિતાણા રાત્રી અને શનિવાર તા.૧૫ સવારે મોખડકા, પીપરલા, સોનગઢ, મોટા સુરકા, બપોરે સિહોર, વરતેજ, બુધેલ, ભંડારિયા, તણસા, રાજપરા, ત્રાપજ, તળાજા, પસવી, બોરડા, જાગધાર, લોંગડી, સાંજે રોહિશા ચોકડી,ભદ્રોડ થઈને મહુવા ખાતે રાત્રી રોકાણ કરી ગુજરાત ગૌરવ યાત્રા આગળ જિલ્લા માટે પ્રસ્થાન કરશે.

અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ ઉપસ્થિત હોદ્દેદારોને સંબોધન કરેલ અને યાત્રા સંદર્ભે ગામે ગામ માટે વાહન, ભોજન સહિત કાર્યક્રમ આયોજન વગેરે અંગે જવાબદારીઓ સોંપવામાં આવી. તેઓએ ભાવનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોજાયેલા કાર્યક્રમની સફળતા માટે તંત્ર સાથે કાર્યકર્તાઓની સંકલન કામગીરી બિરદાવી. તેઓએ આગામી ચૂંટણી માટે સૌ કાર્યકરોને સજ્જ રહેવા હાકલ કરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!