Sihor
સિહોર : ભાવનગર થી બુઢણા જતી એસ.ટી. બસના સમયમાં ફેરફાર કરવાંની માંગ
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારો ખાનગી વાહનમાં જવા મજબૂર, સવારે 6/15 ઉપડતી બસ 5/45 કરી દેવાતા રત્નકલાકારો, વિધાર્થીઓ નોકરિયાતોમાં આક્રોશ, ચિક્કાર ટ્રાફિક મળતો હોવા છતાં એસ.ટી. તંત્રની આડોડાઈ
ભાવનગર ડેપોની વહેલી સવારે ઉપડતી સિહોરના બુઢણા – ભાવનગર રૂટની બસને એસ.ટી. તંત્રએ સમયમાં ફેરફાર કરતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ બુઢણા થી સવારે 6/15 કલાકે ઉપડતી ભાવનગર બસને 5/45 નો સમય કરી દેવાતા બુઢણા, વરલ, ટાણા, બોરડી, જાબાળા, કાજાવદર, સાગવાડી, સહિતના ગામોના વિદ્યાર્થીઓ સવારે સમયસર સવારની શાળા કોલેજે અને રત્નકલાકારો, નોકરિયાતવર્ગના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે જેના કારણે લોકો નાછુટકે ખાનગી વાહનમાં ઉંચા ભાડા ખર્ચી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે.સવાર સાંજ હતો એજ સમય બસનો કરી આપવા લોક માંગણી ઉઠી છે