Connect with us

Sihor

સિહોર બંધન ખાતે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્નેહ મિલન અને રક્તદાન કેમ્પ યોજાયો

Published

on

Bhavnagar District Chamber of Commerce and Industries organized charity meeting and blood donation camp at Sihore Bandhan.

પવાર

  • કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિ યશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા, સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા વ્યક્તિએ રક્તદાન મહાદાન ફરજ નિભાવી

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર આયોજિત નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલન સમારોહ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક મેમ્બર અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાન મહાદાનની ફરજ નિભાવી હતી રક્તદાન સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં અહીં ખાસ રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને યુવા ઉદ્યોગપતિ યશભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા

Bhavnagar District Chamber of Commerce and Industries organized charity meeting and blood donation camp at Sihore Bandhan.

રક્તદાન નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં બીઝનેસ શેત્રના અન્ય મહારથીઓ પણ ઉપસ્થિત રહી ધંધાકીય શેત્રો માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી આ સ્નેહ મિલન અને રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં દિપકભાઈ ધોળકિયા, નિખિલભાઈ દવે, મનુભાઈ ચાવડા, અશરફભાઈ ચૌહાણ, મિલનભાઈ મકવાણા, અભયભાઈ હરસોરા ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!