Astrology
ભાદરવી અમાસ : પિતૃઓને તૃપ્ત કરવાનો ઉત્તમ દિવસ
દેવરાજ
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસના અંતિમ દિનને ભાદરવી અમાસ ગણવામાં આવે છે. કાલે તા.14મીએ પંચાગ અનુસાર ભાદ્રપદ અમાસના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ દિવસે પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવા સાથે દાન કરવાનો મહિમા છે. શ્રાવણવદની તેરસ, ચૌદસ અને અમાસનાં દિને પિતૃૃ મોક્ષાર્થે પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવાનું મહત્વ છે. કાલે ભાદરવી અમાસે સવારે સ્નાન કરી પીપળે પાણી રેડવા સાથે ધુપ-દીપ પરિક્રમા કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન સાથે આશીષ મળે છે. કાલે સવારે બહોળી સંખ્યામાં લોકો વહેલી સવારે પીપળે તર્પણ કરવા ઉમટશે.