Connect with us

Kutch

વાવાઝોડાના સામના માટે સૈન્ય સ્ટેન્ડ-ટુ : મનસુખ માંડવીયા કચ્છમાં

Published

on

army-stand-by-for-cyclone-mansukh-mandaviya-in-kutch

કુવાડિયા

  • 150 જવાનોને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડમાં રખાયા: જરૂરી સાધન-સામગ્રી સાથે રાહતો તૈયાર : કેન્દ્રીયમંત્રી દ્વારા સમીક્ષા

ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઈ રહી છે.ઈતિહાસમાં પહેલીવાર ઓખા અને કંડલા બંદરે 10 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ અને રાજયકક્ષાનાં મંત્રીઓને જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની છે. એવા સંભવીત જીલ્લામાં મોકલવામાં આવ્યા છે.

army-stand-by-for-cyclone-mansukh-mandaviya-in-kutch

વાવાઝોડાની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. 10 દિવસથી વધુ સમય સુધી ચાલે એટલે રાશન સાથે 150 કરતાં વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બિપરજોયની અસર રાજયમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાની ગંભીરતાનાં પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કચ્છમાં આવી ગયા છે. જે આફતને લઈને સ્ટેન્ડબાય રહેશે. માંડવીયાએ જણાવ્યું કે વાવાઝોડાની સામેની પરિસ્થિતિમાં લડવા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે એ જોઈને મને ખુબ જ ખુશી થઈ છે.

army-stand-by-for-cyclone-mansukh-mandaviya-in-kutch

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે. કચ્છ-ભુજમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાનુ છે.એની ગંભીરતાને લઈને બીએસએફ અને કોસ્ટલ એરીયાનાં જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. જેમાં 150 કરતા વધુ જવાનો હાલમાં 10 ટ્રકો સાથે બચાવથી લઈને રાશનની કીટો સાથે તૈનાત છે. જયારે કચ્છ જીલ્લામાં 4500 અગરીયા તથા 2221 નાગરીકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!