Umrala
ઉમરાળા ચિત્રવાવના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલનાં પાર્થિવ દેહની અંતિમ વિધિ રાજકીય સન્માન સાથે કરાશે

ભાવનગર જિલ્લાના કલપેશ બારૈયા, તેમજ અર્જુનસિંહને બચાવવા માટે શક્તિસિંહે CMને પણ કરી હતી રજુઆત, બરફના તોફાનમાં અર્જુનસિંહ લાપત્તા બન્યા હતા.ઉત્તરકાશી નજીકમાં હિમસ્ખલનને કારણે જે પર્વતારોહકો ફસાઈ ગયા અને લાપત્તા થઈ ગયા હતા તેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના યુવાન અર્જુનસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલનો પણ સમાવેશ થયો હતો. અને સૌ કોઈ ચિંતામાં હતા અને શોધખોળ શરૂ કર્યા બાદ આખરે તેમનો દેહ મળ્યાનું સત્તાવાર રીતે નેહરુ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટનીયરિગ દ્વારા જણાવાયું છે.
ગુજરાતના કુલ ૬ યુવાનો પર્વતારોહણની એડવાન્સ ટ્રેનિંગ માટે પહોંચ્યા હતા પરંતુ કુદરતી આપત્તિ આવતા ભાવનગરના અર્જુનસિંહ પણ લાપત્તા થતા ચિંતાની લાગણી જન્મી હતી અને હવે અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. હિમપ્રપાતમાં 50 તાલીમાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 30 બરફ કે ગુફાઓમાં પડી ગયા હતા અને 8ને બચાવી લેવાયા હતા જેમાં ગુજરાતના 4 તાલીમાર્થીઓ સામેલ હતા જે પૈકી ભરતસિંહ પરમાર (રાજકોટ), કલ્પેશ બારૈયા (ભાવનગર), અર્જુનસિંહ ગોહિલ (ભાવનગર), ચેતના ખાવેલિયા (સુરત) નો સમાવેશ થાય છે ત્યારે બરફના તોફાનમાં અર્જુનસિંહ લાપત્તા બન્યા હતા જેનું દુઃખદ અવસાન થયું છે જેથી પરિવારના શોકની લાગણી છવાઈ ગઈ છે
