Ghogha
ઘોઘા ગામની આંગણવાડી વરસાદી પાણીમાં ગરકાવ, આંગણવાડીમાં જીવનાં જોખમે ભણતું ભારતનું ભાવિ
નિતીન મેર ઘોઘા
- પાણીમાં બેસી ભણશે ગુજરાત.?
- તંત્રના અધિકારીઓ બેફિકર, આંગણવાડીમાં પાણી ભરાતા બાળકોની દયનિય સ્થિતિ, આમ કઈ રીતે ભણશે ગુજરાત, તંત્ર અને અધિકારીઓ આંખ ઉઘાડે
બાળકોનાં કેળવણીનું પ્રથમ પગથિયું આંગણવાડી (બાળ મંદિર) કહેવાય છે પરંતુ આંગણવાડી જ જર્જરીત હોય તથા કોઈ સુવિધા ન હોય તો બાળકોનાં ભાવીનું ઘડતર કેવી રીતે થાય ? સરકાર દ્વારા આંગણવાડીનાં વિકાસ માટે લાખો રૂપિયા ફાળવાય છે. ત્યારે વિકાસની ગ્રાંટ ક્યા જાય છે તે પણ જોવાની જરૂર છે. ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર-૪ મા ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આજદિન સુધી ઉકેલ આવવા પામ્યો નથી,ઘોઘા ગામમાં વરસાદ વરસતા જ આ આંગણવાડી કેન્દ્ર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે,જેના કારણે બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી શકતા નથી,બાળકોનાં કેળવણીનું પ્રથમ પગથિયું આંગણવાડી (બાળ મંદિર) કહેવાય છે
પરંતુ આંગણવાડીમાં જ કોઈ સુવિધા ન હોય તો બાળકોનાં ભાવીનું ઘડતર કેવી રીતે થાય ? તેવી જ પરિસ્થિતિનું નિર્માણ આ આંગણવાડીમાં થવા પામ્યું છે,એકબાજુ સરકાર દ્વારા આંગણવાડીનાં વિકાસ માટે લાખો રૂપિયા ફાળવાય છે,ત્યારે વિકાસની ગ્રાંટ ક્યા જાય છે તે પણ જોવાની જરૂર છે.
વર્ષોથી આ આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાવા અંગે રજૂઆત છતાં તેની દુર્દશા જોવા તંત્રનાં કોઈ અધિકારી ફરક્યા જ ન હોય ત્યારે સરકાર દ્વારા નિમાયેલ અધિકારી, કર્મચારીઓની જવાબદારી શું ? શનિવારે વહેલી સવારે વરસાદ પડતાં આંગણવાડીની અંદર અને બહાર સર્વત્ર વરસાદી પાણી ફરી વળતા આંગણવાડી કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ જતા સ્થિતિ દયનીય બની હતી,આંગણવાડીની આસપાસ ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે જેને લઈને સાપ વગેરે જેવા ઝેરી જીવ જંતુના ડરે બાળકો આંગણવાડીના પટાંગણમાં રમી પણ શકતા નથી,ભાવનગર જિલ્લામાં શિક્ષણ વિભાગની જ્યારે વાત કરવામાં આવે તો કોઈ પ્રાથમિક સ્કૂલમાં પાણીની સમસ્યા હોય ત્યારે કોઈ આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય ત્યારે સીધો સવાલ ગુજરાતના શિક્ષણક્ષેત્રના વિકાસના બંગણા ફૂંકતા લોકોને થઇ રહ્યો છે. તેમની વાત ઉપર કેટલો ભરોસો કરવો તેના ઉપર સામાન્ય માણસને સવાલ થઈ રહ્યો છે.