Sihor
સિહોરના પોલીસ કર્મચારી અમિત ડાંગરને શૂરવીર એવોર્ડથી ગૃહમંત્રી દ્વારા સન્માનિત કરાયા
મિલન કુવાડિયા
ગારીયાધાર નજીકથી ચીખલી ગેંગના 6 ઇસમો ધાડ પાડી કોઈ મોટા ગુન્હાને અંજામ આપે તે પહેલાં ઝડપી લીધા હતા તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસના કર્મી અમિત ડાંગરને શૂરવીર એવોર્ડથી ગૃહમંત્રી દ્વારા સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિહોરના પોલીસ કર્મચારી અમિત ડાંગરને શૂરવીર એવોર્ડથી ગૃહમંત્રી દ્વારા સન્માનિત કરાયા છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો, પોલીસનું મનોબળ વધારવા અને આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે પોલીસને સેલ્યુટ કરવા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં રાજયના ગૃહમંત્રીની ખાસ ઉપસ્થિતમાં અમદાવાદ ખાતે આયોજિત “શૂરવીર એક શામ ગુજરાત પોલીસ કે નામ” કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી,કર્મચારીઓને ‘શૂરવીર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
આ એવોડૅ કાર્યક્રમમાં સિહોર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા અને ગારીયાધાર નજીકથી ચીખલી ગેંગના 6 ઇસમો ધાડ પાડી કોઈ મોટા ગુન્હાને અંજામ આપે તે પહેલાં ઝડપી લીધા હતા તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મી અમિત ડાંગરઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમજ ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે શૂરવીર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. સિહોર પોલીસમાં ફરજ બજાવતા અમિત ડાંગરએ શૂરવીર એવોડૅ પ્રાપ્ત કરી સિહોર પોલીસ સહિત સમગ્ર ગુજરાત પોલીસને ગૌરવ અપાવતાં પોલીસ અધિકારી સહિત નાઓએ તેઓને અભિનંદન પાઠવ્યાં હતા