Astrology
આજથી આદ્રા નક્ષત્રનો આરંભ : જૈનો કેરી અને જાંબુ જેવા ફળોનો ત્યાગ કરશે

દેવરાજ
‘સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું’ સુત્રને આધીન વર્ષોથી ચાલતી પરંપરા
૨૨ જૂનના ગુરુવારે સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થવાની સાથે જ વરસાદને લઇને વરતારો કાઢવામાં આવી રહ્યો છે. હાલ નક્ષત્ર, વાહનને જોતાં મધ્યમ વરસાદ સાથે સિઝનની શરૂઆત થશે. એવો મત જયોતિષી આપી રહ્યા છે. બીજી બાજુ જૈન સમુદાયમાં આદ્રા નક્ષત્ર આરંભ સાથે જોડાયેલી પરંપરાને આધીન કેરી, જાંબુ ઇત્યાદિ ફળોનો ત્યાગ કરવામાં આવશે.‘સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું’ સૂત્રને આધીન ચાલતી પરંપરા પ્રમાણે હવે જૈન સમુદાયના લોકો કેરી જેવા ફળ આરોગશે નહી. જૈન શાષાોમાં ઉલ્લેખ મુજબ વર્ષની પરંપરાનું આદ્રા નક્ષત્રથી અનુસરણ કરાશે. જૈન શ્રાવક અજિત મહેતાએ જણાવ્યું હતું કે, ગુરુવારે આદ્રા નક્ષત્ર શરૂ થવાની સાથે જ કેરી, જાંબુ જેવા અમુક ફળોમાં વર્ષાકાળ-ચોમાસાના વાતાવરણની અસરને કારણે જીવોની ઉત્પત્તિ થાય છે.
જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યું છે કે, સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું અર્થાત જગતના દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઇને ગમતું નથી. જૈનો તો જીવદયાના પાલનહાર છે. વળી, જૈન આગમ શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશષપ્તિ સૂત્ર આદિ જૈન શાષાોમાં અભિજિત સ્વાતિથી લઇને ઉત્તરાષાઢા વિવિધ પ્રકારનાનક્ષત્રનો ઉલ્લેખ આવે છે. તેમાં આદ્રા પણ એક નક્ષત્ર છે. આદ્રા બેસતા આમ્રફળ, જાંબુ આદી ફળોના સ્વાદ પણ બદલાઇ જાય છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ-વાયુના રોગો થવાની સંભાવના રહેલી છે. જૈનો તો ઠીક, પરંતુ અમુક જૈનેત્તરો પણ આદ્રા પછી કેરી આરોગતા નથી. જીવદયાના લક્ષે વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે કેરી ત્યાગ કરી જીવદયાનું જતન કરાશે. બીજી બાજુએ જયોતિષીના મત મુજબ, ગુરુવારે સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. તે વેળાએ કર્કના ચંદ્રમાં આશ્લેષા નક્ષત્રમાં, હર્ષણયોગ, બવકરણમાં રહેશે. આ સમયે વાહન ઘેટું છે. વિવિધ સંયોગને જોતાં આદ્રા નક્ષત્રમાં ભમણ વેળાએ મધ્યમ વરસાદનો પ્રારંભ થવાની શક્યતા છે. ૨૦ જુલાઇએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ બાદ સારા વરસાદની શરૂઆત થશે.