Sihor
રામનવમી નિમિતે સિહોર ખાતે બેઠક મળી

પવાર
સિહોરના પાબુજી મંદિર ખાતે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી જેમાં આવનાર રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લા ની શોભાયાત્રા સિહોરના પાબુજી મંદિરથી લઈને મેઇન બજારમાં થઈને ઠાકર દ્વારા મંદિર સુધી શોભાયાત્રા પહોંચવાની છે ત્યારે સિહોર પોલીસ દ્વારા આજરોજ પાબુજી મંદિર ખાતે શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવી હતી
જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો આગેવાનો અને પોલીસ સ્ટેશનના અધિકારીના માર્ગદર્શન હેઠળ .ડી.સ્ટાફ હે.કો હિતેશગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ જાડેજા, પો.કો ઘનશ્યામભાઈ હુંબલની ખાસ ઉપસ્થિત તેમજ આયોજક ઓમકાર. ચોહલા,વિજય શેલાના, ધર્મેશ જોગી.કુમાર ચાવડા,હરીશભાઈ પવાર.દેવરાજ બુધેલીયા, દીપક લકુમ, રૂપેશ રોજીયા,દીપક નાથાણી સહિતનાઓ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.