Sihor
સિહોરની યુવતી અને ભાવનગરના યુવકે બોરતળાવ જઈને ઝેરના પારખા કર્યા ; બન્નેની હાલત ગંભીર

પવાર
- બોરતળાવ ખાતે પ્રેમી યુવક યુવતીએ ઝેરી દવા પીધી, યુવતી સિહોરના પાંચવડા વિસ્તારમાં રહે છે, અને યુવક કાર્તિક મકવાણા ભાવનગરની નિર્ભય સોસાયટીમાં રહે છે.
આજે સવારે સિહોરના પાંચવડા વિસ્તારમાં રહેતી યુવતી અને ભાવનગરની નિર્ભય સોસાયટી વિસ્તારમાં રહેતા યુવક કાર્તિક મકવાણા નામના યુવક અને યુવતીએ ઝેરના પારખા કર્યા છે હાલ બન્નેની હાલત ગંભીર જણાઈ છે બન્ને સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. ભાવનગરમાં આવેલા બોર તળાવની પાળ પર પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેની સ્થિતિ હાલ ગંભીર ગણાવાય રહી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના નિર્ભય સોસાયટી ખાતે રહેતા યુવાન કાર્તિક ભાઈ મથુરભાઈ મકવાણા ઉંમર વર્ષ 25 અને સિહોર ખાતે રહેતી 21 વર્ષીય યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમી યુગલ કોઈ કારણોસર ભાવનગર શહેરમાં આવેલ બોર તળાવ ની પાળ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી દરમિયાનમાં આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેની સ્થિતિ ગંભીર ગણાવાય રહી છે પોલીસે આ મામલા અંગે વધુ તપાસ હાથ ધરી હતી