Connect with us

Sihor

જાહેર પ્રચાર પડઘમ શાંત થવાને આડે જુજ કલાકો બાકી : ભાવનગર ગ્રામ્યમાં મતદારોનું મન અકળ

Published

on

A few hours left before the public campaign reverberations calm down: Voters' minds in Bhavnagar rural are in a quandary

બુધેલીયા

  • સિહોર સાથે ગ્રામ્ય બેઠક પર ચૂંટણીનો ટેમ્પો જામ્યો નહિ, અહીંની બેઠકના ઉમેદવારો મુંઝવણમા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં જાહેર પ્રચાર-પડધમ શાંત થવાને આડે જુજ કલાકો બાકી છે. ત્‍યારે ભાવનગર ગ્રામ્યમાં મતદારોનું મન અકળ છે. વિધાનસભા ચૂંટણીને લઇ ગત ૧૪ નવેમ્‍બરથી શરૂ થયેલી રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની જાહેર પ્રચાર દોડ પર આવતીકાલ તા. ૨૯ના રોજ સાંજે પાંચ વાગ્‍યાથી બ્રેક લાગી જશે જાહેર પ્રચાર-પ્રસાર કરી શકાશે નહિ અને પ્રચાર માટે ડોર ટુ ડોર દોડધામ શરૂ થશે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મતદારો સુસ્‍ત રહેતા રાજકીય પક્ષોની ચિંતા અને મુંઝવણ વધી છે અગાઉની ચુંટણી જેવો મતદારોમાં કોઇ કરંટ નજરે પડતો નથી જો કે મતદાન ટકાવારી વધારવા માટે તંત્ર દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ગ્રામ્ય સહિત જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ૧ લી ડિસેમ્‍બરના ચૂંટણી થવાની હોય તંત્ર દ્વારા મતદાર માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. જાહેર પ્રચાર પડધમ શાંત થવાનું કાઉન્‍ટડાઉન શરૂ થઇ ગયું છે. પરંતુ હજુ મતદારોએ તેમનું મન કળાવા દીધુ નથી ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચૂંટણી લડી રહેલ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અને લોક સંપર્ક માટે તૈયારીઓ કરી લીધી છે. જિલ્લાની મોટાભાગની બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્‍યો છે આથી ઉમેદવારોએ જાહેર પ્રચારના બાકી રહેલા કલાકો એળે ન જાય. તે માટે એડીચોટીનું જોર લગાવ્‍યું છે.

error: Content is protected !!