Sports
IPLમાં MS ધોનીની 5 મોટી સિદ્ધિઓ, અન્ય કોઈ ખેલાડી માટે આ કરવું સરળ નથી
આઈપીએલમાં એમએસ ધોનીના નામે ઘણા મોટા રેકોર્ડ છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે આઈપીએલમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.
આઈપીએલમાં એક ટીમ માટે સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેણે CSK માટે 202 મેચમાં કેપ્ટનશિપ કરી છે.
ધોનીની કપ્તાની હેઠળ, CSK કુલ 13 સિઝનમાં 11 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે. વર્ષ 2016 અને 2017માં CSK પર પ્રતિબંધ બાદ ધોની પુણેની ટીમ તરફથી રમ્યો હતો. તેણે પૂણે તરફથી રમતા 2017માં IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય ધોની સૌથી વધુ ફાઈનલ મેચ રમનાર ખેલાડી પણ છે. તેણે અત્યાર સુધી 16 વર્ષમાં કુલ 10 ફાઈનલ રમી છે. આ સાથે જ તેણે ચાર વખત IPL ટ્રોફી પણ જીતી છે.
એમએસ ધોની 41 વર્ષની ઉંમરે પણ વિકેટકીપિંગ કરી રહ્યો છે. આ ઉંમરે પણ ખેલાડી માટે વિકેટકીપિંગ સરળ કામ નથી. પરંતુ તેણે આ ઉંમરે પણ વિકેટ કીપિંગ કરતા ઘણા રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં તેણે વિકેટ કીપિંગ કરતા 200મી વિકેટ લીધી હતી.
એમએસ ધોનીએ આઈપીએલમાં 240 મેચમાં 5037 રન બનાવ્યા છે. તેણે સૌથી ઓછા બોલમાં 5000 રનનો આંકડો પાર કર્યો છે.
ધોની IPLનો સૌથી મોટો ફિનિશર છે. તેણે IPLમાં 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેના નામે 57 છગ્ગા છે.