Connect with us

Sihor

સિહોર શહેર સહિત જીલ્લામાં માસ્ક,સેનિટાઈઝર અને મેડીસીનના વેચાણમાં 15 ટકાનો વધારો

Published

on

15-percent-increase-in-the-sale-of-masks-sanitizers-and-medicine-in-the-district-including-sihore-city

પવાર

  • કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને લોકોમાં જાગૃતતા વધી, દવાના છુટક અને જથ્થાબંધ વિક્રેતાઓએ સેનિટાઇઝર્સનો સ્ટોક સ્ટેન્ડબાય રાખવાની તજવીજ હાથ ધરી

કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં લઈને કોરોનાના વાયરસની સામે ટકકર લેવા માટે સિહોર શહેર સહિત જિલ્લાની બજારોમાં માસ્ક, સેનિટાઈઝર તેમજ આયુર્વેદિક દવાઓ, મિથિલીન બ્લુ, નાસ મશીનની ખરીદીમાં ૧૫ થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાના કેસ વધતા જતા હોય જાગૃત નાગરીકો દ્વારા ફરી વખત સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. આજથી દોઢેક વર્ષ પુર્વે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીએ ફરી એકવાર ભાવનગર સહિત ગુજરાતભરમાં માથુ ઉંચકયુ છે. ત્યારે કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને ભાવનગર સહિત સમગ્ર રાજયનું આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયેલ છે. વહિવટીતંત્ર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજયભરની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ,ઓકસીજન પ્લાન્ટ, આવશ્યક દવાઓ સહિતની જરૂરી મેડિકલ સુવિધાઓની સઘન ચકાસણી થઈ રહી છે.

15-percent-increase-in-the-sale-of-masks-sanitizers-and-medicine-in-the-district-including-sihore-city

આ સાથે ભાવનગર શહેરના મેડિકલ સેન્ટરો, જનરલ સ્ટોર્સમાં સ્થાનિક તેમજ બહારગામની અલગ-અલગ નામાંકિત કંપનીઓના નાની મોટી સાઈઝના સેનીટાઈઝરના છુટક તથા જથ્થાબંધ સ્ટોક સ્ટેન્ડબાય રાખવામાં આવી રહ્યા છે. કોરોનાને લઈને શહેરના વિઠ્ઠલવાડી, ચિત્રા,વરતેજ અને નવાગામ સહિતની જી.આઈ.ડી.સી.ઓના ઔદ્યોગિક એકમો દ્વારા ઉપરાંત કેટલીક સરકારી, અર્ધસરકારી,ખાનગી કંપનીઓમાં માસ્ક ફરજીયાત કરાતા શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, ગોળબજાર સહિતના વ્યાપારી વિસ્તારોમાં એક એકથી ચડીયાતા સાદાથી લઈને અવનવી ચિત્તાકર્ષક ડિઝાઈનવાળા માસ્કના હાટડાઓ મંડાઈ રહ્યા છે. જયાથી ગ્રાહકો દ્વારા માસ્કની છુટક તથા જથ્થાબંધ ખરીદી પણ શરૂ થઈ ગયેલ છે.

15-percent-increase-in-the-sale-of-masks-sanitizers-and-medicine-in-the-district-including-sihore-city

કોરોનાના કેસ વધતા જતા હોય માસ્કના વેચાણમાં અંદાજે ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. રૂા ૫ થી ૧૦ ના યુઝ એન્ડ થ્રો ટાઈપના સાદા માસ્કથી લઈને અવનવી ડિઝાઈનના એક્ માસ્ક રૂા ૧૫ થી લઈને રૂા ૩૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે. જયારે નાની મોટી સાઈઝની સેનિટાઈઝરની બોટલ્સ રૂા ૯૦ થી  લઈને ૧૬૦ આસપાસના ભાવે ગુણવત્તા મુજબ વેચાઈ રહ્યા છે. જયારે મિથિલીન બ્લુનો પણ ઉપાડ થઈ રહ્યો છે.શહેરના કાળાનાળા, કાળુભા રોડ સહિતના વિસ્તારોમાં આવેલ દેશી તથા વિલાયતી દવાઓના છુટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ દ્વારા માસ્ક, સેનિટાઈઝર તેમજ જરૂરી દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની તજવીજ હાથ ધરાઈ છે.

error: Content is protected !!