Connect with us

Gujarat

સિહોર નગરપાલિકા ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરૂ બદલી થતા વિદાય સમારોહ યોજાયો

Published

on

સિહોર નગરપાલિકા ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરૂ બદલી થતા વિદાય સમારોહ યોજાયો

કૌશિક રાજ્યગુરૂ 2021 થી ફરજમાં હતા, નગરપાલિકા ફાયર ઓફિસર તરીકે ઉત્તમ કામગીરી કરી, ભાવનગર ખાતે બદલી થતા વિદાયમાન અપાયું

દેવરાજ
સિહોર નગરપાલિકામાં 2021 થી ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા કૌશિક રાજ્યગુરૂની ભાવનગર ખાતે બદલી થતા નગરપાલિકા ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કૌશિક રાજ્યગુરુ ખરેખર સરળ સ્વભાવ અને નિખાલસ માણસ. નગરપાલિકા ફાયર વિભાગમાં અનેકો ફેરફાર થયા જેમાં તેમનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. 2021 થી સિહોરમાં ફરજ બજાવતા હતા આ અરસામાં પણ તેઓએ વાહનોની કેવી રીતે જાળવણી કરવી અન્ય સાથીઓને પણ અલગ અલગ રીતની ટ્રેનિંગ આપી તેમજ શહેરમાં આવેલ અલગ અલગ હોસ્પિટલો બેંકો અલગ અલગ સંસ્થાઓ વગેરે જગ્યાએ પોતે વિઝીટ કરીને ફાયર સેફટી છે કે નહીં તેની તપાસણી કરવામાં આવતી અને ખૂબ જ ઉદારપૂર્વક તેઓએ નગરપાલિકા ફાયર વિભાગમાં ફરજ બજાવી અને હાલ તેઓની ભાવનગર ખાતે પરમોશન સાથે બદલી થઈ છે.ત્યારે સિહોર નગરપાલિકા ખાતે તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકાના દરેક કર્મચારીઓ દ્વારા ફુલહાર, સાલ ઓઢાડી, મીઠું મોઢું કરી તેમને વિદાય આપી હતી અને ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી

error: Content is protected !!