Gujarat
સિહોર ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ પાણીનો વધારો, નવા નીરની આવક, સપાટી 11/5 ફૂટે પોહચવા આવી
સિહોર ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ પાણીનો વધારો, નવા નીરની આવક, સપાટી 11/5 ફૂટે પોહચવા આવી
શહેરની જીવાદોરી ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ પાણીનો વધારો થતા શહેરના લોકોમાં હર્ષની લાગણી
દેવરાજ
સિહોર તાલુકાના ઉપરવાસના ગામોમાં સારા વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવમાં નવા નીરની આવક થવા પામી હતી. તાલુકાના સર, સાગવાડી, કાજાવદર, કરકોળિયા, ગામમાં સારો એવો વરસાદ ખાબકી જવાને કારણે પાણીની આવક તળાવમાં શરૂ થતા ગૌતમેશ્વર તળાવની સપાટી 11/5 ફૂટની નજીક પહોંચી હતી. 27.5 ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં છેલ્લા એક દિવસમાં 1 ફૂટ થી વધુનો પાણીનો વધારો થયો છે. જો કે હાલ આવક બંધ છે. ગૌતમેશ્વર તળાવમાં સિહોર પંથકના સાગવાડી, સહિતના ગામોમાંથી પાણીની આવક થતી હોય છે. ગઈકાલે થયેલા વરસાદના પગલે ગૌતમેશ્વરમાં ગઈકાલ સુધી આવક શરૂ રહી હતી અને સપાટી વધીને 11/5 ફૂટ થઈ છે. જોકે મોડી રાતથી આવક બંધ થઈ છે. અને આજે વરસાદ ન હોય સપાટી સ્થિર છે. ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં થયેલા ચેકડેમમાં પાણી રોકાતા તળાવ સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો નથી જો કે ગામડાઓના આ ચેકડેમમાં પાણીની સારી આવક રહી છે અને તળ પણ ઉંચા આવ્યા છે. લોકોમાં હર્ષની લાગણી છવાય છે..