Gujarat
સિહોરના ટાણા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા રજુઆત કરતા અરવિંદ બેલડીયા
સિહોરના ટાણા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા રજુઆત કરતા અરવિંદ બેલડીયા
ટાણા ગામના અરવિંદ બેલડીયાએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી કહ્યું, ટાણા આસપાસના 5 કિલોમીટરમાં સવા લાખની વસ્તી છે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા આવે તો લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી શકે
પવાર
સિહોરના ટાણા ગામના આગેવાન અરવિંદ બેલડીયાએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ટાણા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા રજુઆત કરી છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે ટાણા ગામમાં ૧૮ થી ૨૦ હજારની વસ્તી છે તથા આજુબાજુની ૫ કિલોમીટરની ત્રિજ્યા માં લગભગ સવા લાખની વસ્તી વસે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અહીથી ઓછામાં ઓછા ૨૦ કિલોમીટર જેટલું દૂર થાય છે. ટાણા ગામમાં ૧૫-૨૦ પ્રાઇવેટ દવાખાનાઓ છે જેમાં ઠીક ઠાક સેવા પણ મળતી હોય. પરંતુ ગામના ગરીબ અને રોજી પર નભતા લોકો કે જેમની બચત સાવ શૂન્ય છે તેમના માટે આરોગ્ય સેવા માટે સરકારી દવાખાનું જ એક અને આખરી ઓપશન છે. ટાણા ગામમાં ચાલી રહેલ પ્રથમિક આરોગ્ય કેન્દ્ર માં લાંબા સમયથી કોઈ મેડિકલ ઓફિસર જ નથી અને યોગ્ય આરોગ્ય સેવા આપવામાં આવી રહી નથી આથી આ ગામ તથા આસપાસના ગામના રહેવાસીઓને ભારે યાતનાઓ સહન કરવી પડે છે. જો અમારા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો આરોગ્ય સેવાઓનો વ્યાપ વધી શકે, સુદ્રઢ આરોગ્ય સેવાઓ લોકોને મળી શકે, તથા ગરીબ અને જેમને ખરેખર આ સેવાઓની જરૂરિયાત છે તેમને યોગ્ય સેવાઓ મળી રહે તેમ છે તો આપ શ્રી યોગ્ય ઉદાર વિચાર કરીને આસપાસના ગામોની ભલાઈ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરી આપવાની માંગ કરી છે.