Connect with us

Bhavnagar

સહકારથી સમૃદ્ધિના વિઝન થકી  વેપારીઓ, મંડળીના સભાસદો તેમજ ખેડૂતોની આવક બમણી થશે : જગદીશ વિશ્વકર્મા

Published

on




સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ની ભાવનગર જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ


સહકારથી સમૃદ્ધિના વિઝન થકી  વેપારીઓ, મંડળીના સભાસદો તેમજ ખેડૂતોની આવક બમણી થશે : જગદીશ વિશ્વકર્મા


પવાર
સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના તમામ વેપારી તથા કમિશન એજન્ટ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ.બેંક લિ.માં ખાતા ખોલી સહકારી બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવા અને સભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત્ત કરવા અને જોડવાની આ ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંતર્ગત ભાવનગર જિલ્લાની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. સિહોર સ્થિત સર્વોત્તમ ડેરી ખાતે આયોજિત બેઠકમાં સહકાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યશસ્વી  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરાશે. વધુમાં તેમણે કહ્યું કે, સહકારથી સમૃદ્ધિના વિઝન થકી  વેપારીઓ, મંડળીના સભાસદો તેમજ ખેડૂતોની આવક બમણી થશે તેમજ ૧૭ જેટલી સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકશે. આ વિઝન થકી ગામન પૈસા ગામમાં જ રહેશે.રાજ્યના દરેક ગામોમાં માઈક્રો એટીએમ આપવામાં આવશે જેથી નાગરિકો સરળતાથી પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકશે. બેક મિત્ર યોજના થકી યુવાનોને ઘર આગણે જ રોજગારી મળી રહેશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.  ભાવનગર જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના તમામસભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત્ત કરવા અને જોડવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલને તાલુકા અને ગામ્યકક્ષાએ અભિયાનના રૂપમાં લઈ જવા મંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા હતાં.

error: Content is protected !!