Connect with us

Bhavnagar

વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે વિકાસ ભારત પ્રતિજ્ઞા લેવાય

Published

on

વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે વિકાસ ભારત પ્રતિજ્ઞા લેવાય




પવાર
આજરોજ સિહોર પોલીસ સ્ટેશનના ખાતે ના સંકુલ ખાતે વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સિહોર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવી હતી.  જેમાં ,સિહોર પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી (PI)બી.ડી જાડેજા ,PSI વડોદરિયા તેમજ શપથ પો.કો ગૌતમભાઈ દવે દ્વારા વાંચન સાથે શપથ લેવડાવ્યા હતા જેમાં પોલીસ સ્ટેશન ના રાયટર હેડ,ASI.હે.કો , તમામ પોલીસસ્ટાફ, તેમજ  હોમગાર્ડજવાનો, GRD સ્ટાફ ,TRB સ્ટાફ સહિત નાઓ સહભાગી બની સામૂહિક પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સમર્પિત ભાવની સામૂહિક કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

error: Content is protected !!