Connect with us

Uncategorized

ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી કેતનભાઇ મહેતાનું હાર્ટએટેકથી મોત : ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત

Published

on

ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી કેતનભાઇ મહેતાનું હાર્ટએટેકથી મોત : ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત

પવાર
સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડીસ્‍ટ્રી ભાવનગર ના ભુતપૂર્વ સેક્રેટરી તેમજ ભાવનગર ઇલેકટ્રીક મરચન્‍ટ એસોસીએશનના પ્રમુખ કેતનભાઇ મહેતા (ઉ.વ.૫૫)નું હૃદય રોગના હુમલાથી અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્‍થાન પ્‍લોટ નં.૧૫, પ્રયોશા રેસીડેન્‍સી, ભરતનગર, રીંગ રોડ, ભાવનગરથી આજે સવારે નીકળી હતી. જેમાં શહેરના વેપારીઓ ઉદ્યોગપતિઓ, આગેવાનો, મિત્રો અને સંબંધીઓ બહોળી સંખ્‍યામાં જોડાયા હતા. બીજા બનાવમાં ભાવનગરની નિર્મળનગર શેરીનં .પ માં રહેતા ભાવેશભાઈ મોદી (ઉ.વ.૫૨)ને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા તેને સર .ટી.હોસ્‍પિટલ ખસેડાયેલ જ્‍યાં તબીબે તપાસી મળત જાહેર કરેલ. આમ ભાવનગરમાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત નિપજયા છે.

error: Content is protected !!