Connect with us

Bhavnagar

ભાવનગર ; ઉંદર પકડવાની જાળના વેચાણ તેમજ ઉત્પાદન પર પ્રતિબંધ

Published

on

ભાવનગર ; ઉંદર પકડવાની જાળના વેચાણ તેમજ ઉત્પાદન પર પ્રતિબંધ

ઉંદર પકડવા તેનો ઉપયોગ પણ પ્રાણી ક્રૂરતા નિયમનો ભંગ ગણાશે


પવાર
સંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી ક્લ્યાણ બોર્ડ, ગાંધીનગરના જાહેરનામા સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૃપે ઉંદર પકડવા સારૃ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર ભાવનગર જિલ્લામા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગ્લુ ટ્રેપ જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવવામા આવે છે. તે બિન ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુ ટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે, ઉંદર ગુંદરની જાળમા પકડાયા પછી પોતાની રીતે મુકત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઇડ્રેશન ,ભુખમરો  ગુંગળામણને કારણે પીડાદાયક રીતે મરણ પામે છે. ઉંદરોનુ નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિઓ પ્રાણી ક્રતા નિવારણ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરતી ન હોવી જોઇએ. આ સુચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રતા અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!