Bhavnagar
પોલીસ પણ ફ્રોડનો શિકાર બની
પોલીસ પણ ફ્રોડનો શિકાર બની
ભાવનગરના પૂર્વ એસપી અનુપમસિંહ ગોહલોતનું ફેક અકાઉન્ટ બન્યું
શહેર તેમજ રાજ્યની જાણિતી વ્યકિતઓને રીકવેસ્ટ મોકલી : ફેક અકાઉન્ટ ડિલીટ કરવા કાર્યવાહી
બરફવાળા
ભાવનગરના પૂર્વ એસપી અને હાલ સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ ફેક અકાઉન્ટમાંથી શહેર તેમજ રાજ્યની જાણીતી વ્યકિતઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવી રહી છે. આ વાતની જાણ થતા જ અનુપમસિંહ ગેહલોતે તપાસ હાથ ધરી છે અને ફેક અકાઉન્ટ ડીલીટ કરાવવાની કામગીરી શરૂ કરી છે. પોલીસ કમિશ્નરે સ્વીકાર્યુ છેકે તેમના નામનું ફેક એકાઉન્ટ બનાવાયું છે. સોશ્યલ મિડિયા પર ફ્રોડ વધી રહ્યું છે તેમાં પણ ફેસબુક ઈન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશ્યલ મિડિયા પર ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપીંડી થઈ રહી છે. તેમજ લોકોને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ આ ફ્રોડની ચપેટમાં આવી ગઈ છે. ભાવનગરના પૂર્વ એસપી અને હાલ સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ અજાણ્યા શખ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.
અનુપમસિંહ ગેહલોતની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા અનેક લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. અનુપમસિંહના તાજેતરના ફોટા સાથે આ પી એસ કમિટેડ ટુ પોલિસિંગ, સાયબર સીકયુરિટી સુરત અવેરનેસ, વર્ક પબ્લિસિંગ, ટ્રેનિંગ એવુ લખાણ હતું. એક જાગૃત નાગરિકે પ્રોફાઈલ ચેક કરી અને ફ્રોડ જણાતા અનુપમસિંહ ગેહલોતને આ અંગે માહિતગાર કર્યા હતા. હાલ ફ્રોડ કરનાર શખ્સને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.