Bhavnagar
પાણીપુરીનો ચટાકો પડશે મોંઘો : છેલ્લા થોડા દિવસોમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં ઘેર ઘેર બિમારીના ખાટલા
પાણીપુરીનો ચટાકો પડશે મોંઘો : છેલ્લા થોડા દિવસોમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં ઘેર ઘેર બિમારીના ખાટલાબરફવાળા
સિહોર સહિત ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ બીમારીએ માથુ ઉંચક્યું છે. બીમારીની દહેશત વચ્ચે ઝાડા-ઉલ્ટી, તાવ અને શરદી-ઉધરસાના કેસો વધી રહ્યા છે. નાના પીએચસી સેન્ટરથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ થતી ઓપીડીમાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને દુષિત પાણીથી બનેલો ખોરાક આરોગવાથી કોલેરા થવાની શક્યતા વધારે રહેતી હોવાથી લોકોએ બહારનો દુષિત ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે કોલેરા દુષિત પાણીમાંથી બનેલો ખોરાક આરોગવાથી થાય છે. લાંબો સમય સુધી દવા લેવા છતાં ઝાડા-ઉલ્ટી મટે નહી ત્યારે કોલેરાનો રિપોર્ટ કરાવવામાં આવે છે. કોલેરા થવા માટે વિબ્રિઓ કેેલેરી બેક્ટેરિયા જવાબદાર છે. હાલ તો કોલેરાને લઈને ચિંતાની સ્થિતિ નથી, પરંતુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદી વાતાવરણમાં લોકો હાઈજીનનું પાલનના થતું હોય તેવા સ્થળોથી ફાસ્ટફુડ, પાણીપુરી જેવા ખુલ્લા બજારું ખોરાક આરોગતા હોવાથી આવા ગંભીર રોગની ચપેટમાં આવી જવાની સંભાવના વધારે રહે છે.ડોક્ટરોના મતે હાઈજીનનું પાલન ના થતું હોય તેવા સ્થળે પાણીપુરી આરોગવી મોંઘી સાબિત થઈ શકે છે. તે સિવાય પણ બજારમાં વેચાતા ખુલ્લા મસાલેદાર ખોરાક ખાવાનું હાલ ટાળવું જોઈએ. ઝાડા-ઉલ્ટી ઉપરાંત જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ તાવ તથા શરદી-ઉધરસના વધેલા કેસો પણ ચિંતાજનક છે.