Connect with us

Gujarat

પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા

Published

on

પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા


ભાજપની મનમાનીથી કાર્યકરોને જેલમાં રહેવું પડ્યું, આ અંગે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરીશું : શક્તિસિંહ ગોહિલ

સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી હતી : પોલીસ પણ આ ઘટનામાં આરોપી છે: શક્તિસિંહ ગોહિલ


બરફવાળા
કોંગ્રેસ ભવન ખાતે પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ તેઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જજ એમ.આર.મેંગડેની કોર્ટમાં રજૂ થઈ હતી. જેમાં અરજદારના વકીલે કહ્યું હતું કે, 5 આરોપીઓ સામે BNS અંતર્ગત ગુનો નોંધાયો છે. આ ગુનામાં એક કલમ 121(1) સિવાય બીજી બધી કલમો જામીન પાત્ર છે. આ કલમમાં સરકારી કર્મચારીને ગંભરી ઈજા કરવાની વાત છે. ખરેખરમાં અરજદાર પીડિચ છે, તેમને ઘટના સ્થળેથી પકડવામાં આવ્યા નથી. FIRમાં આરોપીઓનું નામ નથી. આ ફરિયાદમાં ટોળા સામે આક્ષેપ કરાયો છે. ફક્ત આ પાંચ લોકોને જ સંપૂર્ણ ઘટનામાં ધરપકડ કરાઈ હતી. આ કેસમાં સામેવાળા પક્ષના કોઈની પણ ધરપકડ કરાઈ નથી.

હાઇકોર્ટમાં કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજીની સુનાવણીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વકીલ તરીકે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તો શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા કાર્યકરોને જામીન મળતા ખુશી થઈ છે. ભાજપની મનમાનીથી કોંગ્રેસના 5 કાર્યકરોએ જેલમાં રહેવું પડ્યુ છે. ઉપરવાળાના ઘરે અંધેર નથી, વિલંબથી પણ ન્યાય થયો છે. સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી હતી. તપાસ અધિકારી તટસ્થ હોવો જરૂરી છે. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયે અંધારામાં આવીને તોડફોડ કરી હતી અને તાંડવ મચાવ્યું હતું. આ બાબતને ભાજપના લોકોએ સોશિયલ મીડિયામાં પણ મૂકી પણ પોલીસે તેમને પકડ્યા નહિ. તે જ દિવસે બપોરે ભાજપે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરવાનું જાહેર કર્યું હતું. કોંગ્રેસે પોલીસ કંટ્રોલ રૂમને આ વિશે જાણ કરી હતી. કોઈ પણ પરવાનગી વગર ભાજપ કાર્યકરો કોંગ્રેસ ઓફિસ આવ્યા હતાં. ભાજપ કાર્યકરો કોંગ્રેસ ઓફિસ આવવાના છે તેવી માહિતી મળતા કોંગ્રેસ કાર્યકરો પાર્ટી ઓફિસના રક્ષણ માટે આવ્યા હતા. એક પત્રકારને પણ આ ઘટનામાં ઇજા થઇ હતી. પોલીસ કશું કરતી નથી, ભાજપને મદદ કરે છે. એક કલાક જેટલો સમય કોંગ્રેસ ઓફિસે તાંડવ ચાલ્યું હતું. ભાજપના ગુંડાઓને ભાજપના ધારાસભ્યના પુત્રએ પોલીસ પાસેથી છોડાવી દીધા હતા. જ્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અરેસ્ટ કર્યા હતા. આ મામલે કોંગ્રેસ ચૂપ નહિ રહે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરશે. જરુર પડે સુપ્રીમ કોર્ટ પણ જવામાં આવશે. અમે પોલીસને ફરજ બજાવવા કહ્યું પણ પોલીસે ફરજ બજાવી નથી. હાઇકોર્ટે આ જામીન અરજીમાં બહોળી દૃષ્ટિ રાખી છે. પોલીસ પ્રજાની સેવક છે, સતાધિશોની પાર્ટીની નહીં. પોલીસે પહેલાં પગલાં ભર્યા હોત તો આ ઘટના ના સર્જાઈ હોત. ભાજપ કાર્યકરોને પોલીસે આશ્રમ રોડ ઉપરથી જ પકડી લેવાની જરૂર હતી. વળી પોલીસ અમને આંદોલન કરવા દેતી નથી. પોલીસ પણ આ ઘટનામાં આરોપી છે. આ લડતને અંત સુધી લઈ જવાશે. ભવિષ્યમાં આવી મનમાની ચલાવાશે નહિ. પોલીસને ફક્ત કોંગ્રેસ જ દેખાય છે. પણ ન્યાય માટે અદાલતો છે.

error: Content is protected !!