Connect with us

Gujarat

દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રને ધમરોળવાનું ચાલુ રાખતા મેઘરાજા: 1થી11 ઈંચ

Published

on

દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રને ધમરોળવાનું ચાલુ રાખતા મેઘરાજા: 1થી11 ઈંચ


સુરતનાં ઉમરપાડામાં 11, પલસાણામાં 10, નવસારીનાં ખગ્રામમાં પણ 10, જુનાગઢનાં વિસાવદરમાં 9, દ્વારકામાં 7.5, સુરત શહેરમાં 7, કેશોદ – ભાણવડમાં 5, કચ્છનાં માંડવી અને મુંદ્રામાં 6 અને રાજકોટ શહેરમાં 2.5, ધોરાજીમાં 4, કંડોરણા – જેતપુરમાં 2.5 ઈંચ ખાબકયો

પવાર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળવાનું મેઘરાજાએ ચાલુ રાખ્યુ છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન ઠેર ઠેર 1થી11 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ સુરતનાં ઉમરપાડામાં 11, પલસાણામાં 10, નવસારીનાં ખગ્રામમાં 10 તથા જૂનાગઢનાં વિસાવદરમાં 9 ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત સુરતનાં કામરેજ અને બારડોલીમાં 8 તથા દ્વારકા શહેરમાં 7.5, સુરત શહેરમાં 7, કેશોદ-ભાણવડમાં 5, કચ્છનાં માંડવી અને મુંદ્રામાં 6, નખત્રાણામાં 5 તેમજ રાજકોટ શહેરમાં 2.5, ધોરાજીમાં 4, કંડોરણા અને જેતપુરમાં 2.5 ઈંચ વરસાદ 24 કલાકમાં પડી ચૂકયો છે.
જયારે જૂનાગઢનાં કેશોદમાં 5, દ્વારકાનાં ભાણવડમાં 5, કચ્છનાં રાપરમાં 4, વલસાડ અને ભરૂચમાં 4 તથા અમરેલીનાં બગસરામાં 3.5, કચ્છનાં અંજારમાં 3.5, જૂનાગઢનાં વંથલીમાં 3.5, તાલાલા-માણાવદર-મેંદરડામાં 3 તથા કોડીનારમાં 3, જામજોધપુરમાં 3, ભેસાણ અને માંગરોળમાં 3, રાજકોટ જિલ્લાનાં કંડોરણા, જેતપુરમાં 2.5, ઉપલેટા અને લોધીકામાં 2 ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો હતો. દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ઠંડો પવન ફૂંકાયો છે. જિલ્લાના મહુવામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં રાત્રે ઠંડો પવન ફૂંકાયો હતો અને અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.  આજે સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર શહેરમાં 10 મી.મી. વલભીપુર માં 2 મી.મી. , સિહોર માં 3 મી.મી.ગારીયાધાર માં 2 મી.મી. પાલીતાણા માં 1 મી.મી અને મહુવામાં 39 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી શહેર સહિત જિલ્લામાં ગઈકાલથી ફરી એક વખત હળવા ઝાપટાંથી લઈ પોણાચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈ ખેતરોમાંથી પાણી વહી ગયા હતા. અમરેલી શહેરમાં ગઈકાલ રાત્રિથી ધીમીધારે શરૂ થયેલ વરસાદ આખી રાત શરૂ રહેતા સવારે 6 વાગ્યા સુધીમાં 20 મીમી. જેટલાં પડેલા વરસાદના કારણે શહેરની તમામ મુખ્ય બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. જ્યારે શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી શહેરમાં વરસાદ પડતાં શહેરની મધ્યમાં આવેલ જુના માર્કેટ યાર્ડ રોડ તથા ડો.જીવરાજ મહેતા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહી ગયા હતા. અમરેલી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે ગઈકાલ સવારે 6 થી આજે સવારે 6 સુધીમાં બગસરા 90 મીમી. વડીયા 45 મી.મી; બાબરા 11 મી.મી;  લાઠી 5 મીમી. લીલીયા 7 મીમી. અમરેલી 20 મી.મી; ધારી 8 મી.મી; સાવરકુંડલા 10 મી.મી; ખાંભા 17 મી.મી; જાફરાબાદ 26 મી.મી; રાજુલા 28 મી.મી; વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં ગઇકાલે દિવસભર હળવા ભારે જાપટા વરસ્યા બાદ આજે વહેલી સવાર થી વરસાદ વરસવો શરુ થયો છે.વરસાદ ને કારણે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે.શહેર નાં રાતાપુલ,ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજ માં પાણી ભરાયા હતા.નીચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી બન્યા છે. જેતપુર શહેર અને તાલુકામાં ગહી કાલે રાત્રે થી વરસાદ શરૂ થતાં આજે સવારે સુધી બે ઈચ વરસાદ પડ્યો છે મૌસમ નો કુલ વરસાદ 20 ઈચ થવા જાય છે આ લખાય છે ત્યારે પણ સવારે ધીમી ધારે વરસાદ ચાલુ છે ધણા દિવસો બાદ જેતપુર માં વરસાદ નો રાઉન્ડ શરૂ થતાં ગહી કાલે રાત્રે આઠ વાગ્યે વરસાદ શરૂ થતાં આખી રાત વરસાદ ચાલુ રહેલ સવારે સુધી બે ઈચ વરસાદ પડ્યો છે આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો ના સમાચારો મળી રહે છે.

error: Content is protected !!