Connect with us

Gujarat

ટીંબી ગામે ગેસ એજન્સીના માલિકે મામલતદાર અને ટીમને ઓફિસમાં ધમકાવ્યા

Published

on

ટીંબી ગામે ગેસ એજન્સીના માલિકે મામલતદાર અને ટીમને ઓફિસમાં ધમકાવ્યા

કલેકટરના આદેશ બાદ ગારીયાધાર મામલતદાર અને ટિમ તપાસ અર્થે એજન્સી ખાતે પોહચી, મામલતદાર સાથે ગેરવ્યવહાર થયો, ફરિયાદની તજવીજ : મામલતદાર રમેશ કુંભાણીનો શંખનાદ દ્વારા સંપર્ક કરાયો ફોન રિસીવ ન થયો, ઉમરાળા પીએસઆઇ ભલગરીયાએ કહ્યું ઘટના બની છે. હાલ મામલો પોલીસ મથકે છે

નિલેશ આહીર…
રાત્રીના 8/50 કલાકે
ઓન ધ સ્પોટ

ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલ ગેસ એજન્સીના માલિકે મામલતદાર અને ટીમને પોતાની ઓફિસમાં પૂરી ધમકાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, આ લખાય છે ત્યારે અમારા સહયોગી નિલેશ આહિરે જણાવ્યું હતું કે ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલ ગેસ એજન્સી આવેલી છે જ્યાં કલકેટરના આદેશ બાદ આજરોજ ગારીયાધાર મામલતદાર અને ટિમે એજન્સી ખાતે તપાસ અર્થે પોહચી હતી જોકે એજન્સી માલિકે મામલતદાર અને તેની ટીમને ઓફિસમાં પૂરી ધમકાવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી મારુતિ ગેસ એજન્સી માલિકે મામલતદાર પર ખોટા આરોપો પણ લગાવ્યા હોવાનું નિલેશ આહીર જણાવી રહ્યા છે. એક ચર્ચાતી વાત એવી પણ છે કે એજન્સી માલિકે પોતાનું કોભાંડ છુપાવવા તેમના પુત્ર સાથે મળી મામલતદાર અને તેની ટીમને ઓફિસનું શટર બંધ કરી દઈને બબાલ કરી હતી. જોકે સમગ્ર મામલે પોલીસ પોહચી હતી. હાલ ફરિયાદની તજવીજ શરૂ હોવાનું નિલેશ આહીર જણાવી રહ્યા છે. શંખનાદ દ્વારા ગારીયાધાર મામલતદારના મોબાઈલ ફોન પર સંપર્ક કરાયો હતો જોકે મોબાઈલ ફોન રિસીવ થયો ન હતો. આ અંગે ઉમરાળા પીએસઆઇ ભલગરિયાએ ઘટનાને સમર્થન આપ્યું હતું. હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પોહચ્યો હતી સમગ્ર ઘટનાની નોંધ જિલ્લા કલેકટર દ્વારા લેવાઇ છે. સમગ્ર મામલે શુ થાય છે તે જોવાનું રહ્યું

error: Content is protected !!