Gujarat
કારગિલના વિર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
કારગિલના વિર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
સિહોર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવી
દેવરાજ
સિહોર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જુલાઈએ કારગિલમાં યુધ્ધ થયું હતું, જેમાં દુશ્મન દેશ નાપાક પાકિસ્તાનને ઘૂંટણિયે વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો. જોકે આ યુદ્ધ મા ભારતના કેટલાક વિરજવાનોએ શહિદી વોરીને દેશને આઝાદી અપાવી છે. જેથી 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે સિહોર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહિદોને શ્રદ્ધાંજલિ અને વિરાંજલી પાઠવીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિહોર શહેરનાં ટાઉનહોલથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને શહેરનાં મુખ્ય માર્ગ, વડલાચોક, મુખ્ય બજાર, સિનેમા વિસ્તાર, પંચમુખા મંદિર થઈ, આંબેડકર ચોક સહિતના મુખ્ય માર્ગો વિર જવાનો અમર રહો, ભારત માતાની જયના નારા સાથે મશાલ રેલી યોજાઈ હતી. મશાલ રેલીમાં શહેર ભાજપ પ્રમુખ આશિષ પરમાર, નિલેશભાઈ ચુડાસમા, વિક્રમભાઈ નકુમ, ભરતભાઈ મેર, ઘનશ્યામભાઈ પરમાર, હર્ષદભાઈ દવે, રાકેશભાઈ છેલાણા, હરદેવસિંહ વાલા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજી કારગિલ યુદ્ધમાં જે જવાનો શહિદી વહોરી છે તે વિર જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ વિરાજલી પાઠવવા મશાલ રેલી યોજવામાં આવી હતી તેમ શહેર ભાજપ પ્રમુખ આશિષ પરમારએ જણાવ્યું હતું.