Gujarat
આવતીકાલે પાલિતાણામાં આ.શ્રી કીર્તિયશસૂરીજી મ.ની નિશ્રામાં
આવતીકાલે પાલિતાણામાં આ.શ્રી કીર્તિયશસૂરીજી મ.ની નિશ્રામાં
11 મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અર્પણ કરાશે
પવાર
સન્માર્ગ પરિવારે ગિરિગુણ વર્ષાવાસ નામે 350 સાધુ-સાધ્વીજી, ભગવંતો અને હજારો પુણ્યાત્માઓને ચાતુર્માસ કરાવ્યુ છે. સુપ્રસિધ્ધ જૈનાચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા દિક્ષાયુગ પ્રવર્તક તરીકે વધુ પ્રસિધ્ધ હતા. આજેય જૈનોના બધાજ સંપ્રદાય-સમુદાયોમાં તેમના નામે ચાલતા સમુદાયમાં 2000 સાધુ સાધ્વીની સર્વશ્રેષ્ઠ સંખ્યા છે. એમાં પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી વિજય કિર્તીયશસૂરિશ્વરજી મહારાજની વૈરાગ્ય નિતરતી પ્રવચન ધારાના શ્રવણથી પ્રતિવર્ષ 25 થી 30 પૂણ્યાત્મા દિક્ષાના પાવન પંથે સંચકે છે. આ વર્ષે બે મુમુક્ષુ બહેનોને દિક્ષાના મુર્હત અપાયા બાદ આ શુક્રવારે તા: 23 ના જાલોરી ભવન ખાતે એકસાથે સાત કિશોરો અને ચાર કુમારિકા બહેનોને જૈનસંયમધર્મ અંગિકાર કરવા માટેનો શુભ દિવસ જાહેર કરવામાં આવશે. આ દિક્ષાઓ જૈનોની ધર્મ રાજધાનીરૂપ પાલીતાણા ખાતે સંપન્ન થશે. જેમને દિક્ષાના મુર્હત અપાશે તે મુમુક્ષુઓ પ્રિયાંશુ શાહ, ઉ.વ.21, (તેજાવાડા-મુંબઈ), સ્વયં મુઠલીયા, ઉ.વ.ર0, (મુંબઈ-ખીવાંદી)પરીન મેપાણી, ઉ.વ.20, (મુંબઈ-ડીસા) ભવ્ય દોશી, ઉ.વ.19, (અમદાવાદ) ધૈર્ય શ્રીશ્રીશ્રીમાલ,ઉ.વ.16, (સાંચોર-મુંબઈ) માહીર જૈન,ઉ.વ.14 (મુંબઈ-વડાલા) રત્નમ્ વોરા, ઉ.વ.14(મુંબઈ-રાધનપુર),નિધીબહેન જૈન, ઉ.વ.26 (વિશાખા પટનમ-આંધ્ર),શ્રેયાબેન સાકરીયા, ઉ.વ.26 (ખેડા-અમદાવાદ), આર્યાબેન શ્રીશ્રીશ્રીમાલ, ઉ.વ.20 (મુંબઈ-સાંચોર) અને મુમુક્ષાબેન સંઘવી,ઉ.વ. (ભોરોલતીર્થ-સુરત) નો સમાવેશ થાય છે.