Sihor
આયોલાલ…ઝૂલેલાલ…ના નાદ સાથે સિહોરમાં ચેટીચાંદની ઉજવણી
આયોલાલ…ઝૂલેલાલ…ના નાદ સાથે સિહોરમાં ચેટીચાંદની ઉજવણી
સિંધી સમાજ દ્વારા ચેટીચાંંદની ધર્મોલ્લાસ સાથે ઉજવણી, સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ, ધુન,ભજન, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો,
સિહોર સહિત જિલ્લામાં આજે ચેટીચાંદ પર્વની ભવ્યતાથી ઉજવણી થઇ રહી છે. ઠેર ઠેર ‘આયોલાલ… ઝુલેલાલ…’ના નાદ ગુંજી ઉઠયા છે.
સિંધી સમાજ દ્વારા ધુન, ભજન, કિર્તન, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.આજે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતી, ચેટીચાંદની ઉજવણી અનેરા ધમોલ્લાસ સાથે થઈ રહી છે. ઠેર-ઠેર શોભાયાત્રા પ્રભાતફેરી તથા ઝુલેલાલ મંદિરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. આજે સવારથી જ ઝુલેલાલ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. સિહોર સહિત જિલ્લામાં આજે ચેટીચાંદની ઉજવણી ધર્મોલ્લાસ સાથે થઈ રહી છે. ચેટીચાંદએ સિંધી સમાજ દ્વારા ઉજવાતો તહેવાર છે. આજે તેમના ઈષ્ટદેવ ઝુલેલાલનો જન્મદિવસ છે આજે ઈષ્ટદેવ જુલેલાલની ઝુલેલાલ બહરાણો સાહેબ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે.આ સરઘસમાં સિંધીઓ ઝુલેલાલ બેડાપારના નારા લગાવે છે. આજે ઘણા સિંધીઓ બહારાના સાહેબને નજીકની નદીકે તળાવે લઈ જાય છે. બહારાના સાહેબમાં એક જયોત (દિવો) તીસરી (ખડી સાકર), ફોતા (એલચી) ફળો અને અખા હોય છે.તેની પાછળ કળશમાં પાણી અને એકના બિમેર હોય છે. આ બધી વસ્તુઓને કાપડ, ફુલ અને પાંદડાથી ઢાંકી દેવાય છે. આ સાથે ઘણી વખત ઝુલેલાલ ભગવાનની મૂર્તિ પણ હોય છે.