Connect with us

Bhavnagar

અજમેર ગયેલા ભાવનગરના મુસ્લિમ પરિવારના ઘરમાં 6.36 લાખની ચોરી

Published

on

અજમેર ગયેલા ભાવનગરના મુસ્લિમ પરિવારના ઘરમાં 6.36 લાખની ચોરી

ભાઇઓએ રૂપિયા સાચવવા આપ્યા હતા : કુંભારવાડાનો બનાવ

પવાર
ભાવનગર શહેરના કુંભારવાડમાં એક મકાનમાં રૂ .6.36 લાખની મત્તાની ચોરીની ઘટના બની છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોહીલખાન અશરફખાન પઠાણએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે. તાજેતરમાં તેમના દાદાનું વડીલોપાર્જીત મકાન વેંચવામાં આવતાં રૂા.6 લાખની રોકડ રકમ તેમના ભાઇઓએ રાખવા માટે આપ્યાં હતા. દરમિયાનમાં તા.11 જુલાઇના રોજ ફરિયાદી તેમજ તેમના પત્નિ અને પુત્ર અજમેર ગયા હતા. ઘરમાં મકાનની જે રૂા. લાખની રોકડ રકમ હતી તે તેમજ ફરિયાદીએ બચાવેલા રૂા.36,000 મળી કુલ રૂા.6,36,000ની રોકડ રકમ ફ્રીઝરમાં મુકી હતી અને મકાનને તાળુ મારી તેઓ અજમેર ગયા હતા.  તેઓ ભાવનગર પરત આવ્યાં ત્યારે મકાનના દરવાજાને મારેલું તાળુ તુટેલું હતું ફ્રીઝરમાં મુકેલી રૂા.6,36,000ની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!