Bhavnagar
સિહોર નગરપાલિકા ચીફઓફિસર મકવાણાના ધડાધડ નિર્ણય ફટાફટ કામ : એક કલાકમાં નવો ટાંકો મુકી દીધો
સિહોર નગરપાલિકા ચીફઓફિસર મકવાણાના ધડાધડ નિર્ણય ફટાફટ કામ : એક કલાકમાં નવો ટાંકો મુકી દીધો
બાલાજી નગરમાં સીંટેક્સ ટાંકાની લીકેજ પાણીની ફરિયાદ મળી અને એક કલાકમાં આખો ટાંકો બદલી દેવાયો, ભૂતકાળમાં નગરપાલિકામાં દિવસો ના દિવસો સુધી સામાન્ય કામો થતા ન હતા એ આપડે સૌ જાણીએ છે..
દેવરાજ
સિહોર નગરપાલિકા નવનિયુક્ત ચીફઓફિસર મકવાણા મુકાયા ત્યારથી એક નવી આશા લોકોમાં જાગી છે. નગરપાલિકા માટે ભૂતકાળનું વાગોળવા બેસીએ તો મહિનાઓ અને વર્ષો ઓછા પડે. માટે હાલ વર્તમાન સ્થિતિની વાત કરતા શહેરના પ્રત્યેક નાગરિકમાં એક નવી આશા જાગી છે. નગરપાલિકા ચીફઓફિસર મકવાણાના ધડાધડ નિર્ણય ફટાફટ કામ કરતા હોવાનું દેખાય છે. બાલાજી નગર વિસ્તારમાં પ્લાસ્ટિક સિંટેક્સ પાણીના ટાંકા માંથી સપ્લાય થાય છે. થોડા દિવસ પહેલા આ પ્લાસ્ટીકના ટાંકા વચ્ચે થી તૂટી જવાથી પાણી વેડફાઇ રહ્યું હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. જે વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી શંખનાદ સુધી પોહચ્યો હતો જેની જાણ શંખનાદ દ્વારા ચીફઓફિસર મકવાણાને કરવામાં આવતા મકવાણા તુરંત એક્શનમાં આવીને તાત્કાલિક અમલવારી સાથે વોટર વિભાગના સુપરવાઈઝરને આદેશ માત્ર એક કલાકમાં નવો ટાંકો સ્ટેન્ડ ઉપર ગોઠવી અને વિસ્તારમાં પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યું હતું.