Uncategorized
સિહોરમાં ગણેશ મહોત્સવ અને ઇદ એ મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી
સિહોરમાં ગણેશ મહોત્સવ અને ઇદ એ મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી
કલેક્ટરના જાહેરનામાંનું ચુસ્ત પાલન કરવા સૂચના, પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મળી બેઠક, ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાને લઈ યોજાઈ શાંતિ સમિતિની બેઠક
દેવરાજ
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ અને ઇદ એ મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને સિહોર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મંડળના અયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે પીઆઇના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ મંડળના આયોજકોને સમયસર વિસર્જન યાત્રા શરૂ કરવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું ચોક્કસ પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે ઇદ એ મિલાદના જુલુસને લઈને મુસ્લિમ બિરદારોને પણ જરૂરી સુચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. સિહોર પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ ચતુર્થી અને ઈદના પર્વને ધ્યાને લઈ પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહિલ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દરેક સમાજના અગ્રણીઓ સાથે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં શાંતિ અને ભાઈચારો હંમેશની જેમ બની રહે તે વિશેની ચર્ચા કરાઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ તંત્રને પૂરતા સાથ સહકારની ખાતરી આપી હતી. શાંતિ સમિતિની બેઠકમાં આગામી પર્વોને લઈ શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તેનું ધ્યાન રાખવા અને શાંતિ સુલેહ જળવાઈ રહે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિહોરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આયોજન વ્યવસ્થા સિહોર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.