Connect with us

Gujarat

સિહોરના પોષ વિસ્તાર ગણાતા વોર્ડ 4 માં છાસવારે ઉભરાતી ગટરલાઈન : અલ્પેશ ત્રિવેદી સક્રિય થઈ ઉકેલ લાવે તે જરૂરી

Published

on

સિહોરના પોષ વિસ્તાર ગણાતા વોર્ડ 4 માં છાસવારે ઉભરાતી ગટરલાઈન : અલ્પેશ ત્રિવેદી સક્રિય થઈ ઉકેલ લાવે તે જરૂરી


અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓના આંખ મિંચામણા, વોર્ડ 4માં એક માત્ર અલ્પેશ ત્રિવેદી સક્રિય નેતા અને પૂર્વ નગરસેવક છે, એમની રજુઆત છતાં ઉકેલ આવતો નથી, માથુ ફાટી જાય તેવી દુર્ગંધયુકત દુષિત ગટરના પાણીમાં થઈને પસાર થતા રહીશો



પવાર
આમ તો સિહોર શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં છાસવારે ડ્રેનેજની લાઈન ઓવરફલો થતી હોવાની રોજીંદી ફરીયાદો ઉઠતી હોવા છતાં સબંધિત તંત્રના અધિકારી દ્વારા આ ગંભીર બાબતે પણ આંખ મિંચામણા કરવામાં આવતા હોવાની રહિશોમાં વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. સિહોર શહેરના વોર્ડ નં 4માં ગટર સમસ્યાથી લોકો ત્રાહિમામ છે. વારંવાર ગટરલાઈન ઉભરાતી હોય છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતુ નથી. વોર્ડ 4ના જાગૃત પૂર્વ નગરસેવક અને નેતા અલ્પેશ ત્રિવેદી દ્વારા અનેક રજુઆત છતાં પણ ગટરના વહેતા પાણીનો કોયડો ઉકેલાતો નથી. દિવસ દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા આ માર્ગ પર માથુ ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધયુકત દુષિત ગટરનું પાણી પ્રસરી રહેલ છે. જેના કારણે ત્યાંથી પસાર થવામાં રાહદારીઓ અને વાહનચાલકોને શિરદર્દ સમાન લાગે છે. લોકોને ફરજીયાતપણે ગંદા પાણીમાંથી પસાર થઈને ધર્મસ્થાનકોમાં જવાનો વખત આવે છે.આ રોડ પરથી અવારનવાર સબંધિત તંત્રના અધિકારી તેમજ ચૂંટાયેલા પૂર્વ પદાધિકારીઓ પસાર થતા હોય છે તેમ છતાં તેઓ આંખ આડા કાન કરીને નિકળી જતા હોય રહિશોમાં તેઓની મનમાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. વિસ્તારના રહિશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહેલ છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!