Bhavnagar
ભૂપેન્દ્રભાઇએ ગુજરાતની વિકાસગાથાને નવા આયામો સુધી પહોંચાડી : જીતુ વાઘાણી
ધારાસભ્ય જીતુ વાઘાણીની હાજરીમાં ભાવનગર ખાતે વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ


ભાવનગર ખાતે આજે અનેક સ્થળોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી ખાસ જીતુ વાઘાણીની હાજરીમાં સરદારનગર વિસ્તારમાં આવેલ ગુરુકુળ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી ઉપસ્થિત સૌને ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી ઉન્નત, ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું. ધ્વજવંદન કરી સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે જણાવ્યુ કે, ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરનાર ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસગાથાને નવા આયામો સુધી પહોંચાડી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સંવેદનશીલતા, પારદર્શિતા, પ્રગતિશીલ અને નિર્ણાયક મહત્વપૂર્ણ આધારસ્તંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ અને સર્વને ધ્યાને રાખી વિકાસ સાધ્યો છે. વાઘાણીએ ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી ઉન્નત, ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું. હતું


