Connect with us

Gujarat

ભર ચોમાસે સિહોરના વોર્ડ 7 રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારોમાં પાણીનો કકળાટ : પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી

Published

on

ભર ચોમાસે સિહોરના વોર્ડ 7 રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારોમાં પાણીનો કકળાટ : પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી


ભર ચોમાસે પાણીનો કકળાટ, તંત્રમાં આયોજનનો અભાવ, છેલ્લા 10 – 10 દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ, સ્થાનિક પૂર્વ નગર સેવકો અને પાલિકા તંત્ર સામે લોકોનો રોષ

દેવરાજ
સિહોર નગરપાલિકા વોર્ડ 7માં આવેલ રાજગોર શેરી, પરમાર શેરીમાં ભર ચોમાસે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી. પાણીના ફરિયાદના મુદ્દે કોઈ હાલ ન આવતા મહિલાઓએ સ્થાનિક પૂર્વ કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સિહોરના વોર્ડ 7 રાજગોર શેરી, પરમાર શેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા છાશવારે ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ અવ્યો નથી. આ વિસ્તારની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો અને પાલિકા તંત્રમાં રજૂઆત કરી રહી છે. આકાશમાંથી સતત પાણી વરસી રહ્યું છે તેમ છતાં આ વિસ્તારના લોકો પાણીથી વંચિત રહેતા મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યા છે. મહિલાઓ આક્રોશ પૂર્ણ રીતે જણાવે છે કે જ્યારે મત માગવાના હોય ત્યારે રાજકારણીઓ અનેક વચનો આપે છે. પરંતુ જ્યારે અમારી સમસ્યા હોય ત્યારે કોઈ કામ કરતા નથી. છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર અને સ્થાનિક પૂર્વ નગર સેવકો દ્વારા આ સમસ્યાનો હાલ ન કરાતા આજે મહિલાઓ નગરપાલિકા ખાતે દોડી જઈને પોતાનો વિરોધ નોંધાવી ચીફ ઓફિસરને રજુઆત કરતા વહેલી તકે પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી.

error: Content is protected !!